UAEના અધિકારીએ લીબિયાના મામલે આરબની બાબતમાં દખલગીરી બંધ કરવા તુર્કીને તાકીદ કરી

(એજન્સી) તા.૩
સંયુક્ત આરબ અમીરાતના (યુએઇ) એક અધિકારીએ શનિવારે તુર્કીને આરબની બાબતોમાં દખલ બંધ કરવા અનુરોધ કર્યો હતો અને મજાકમાં એક સદી પૂર્વે પતન થયેલા ઓટમન સામ્રાજ્યનો ઉલ્લેખ કર્યો હતો. તુર્કીએ લીબિયામાં યુએઇની કાર્યવાહીને વખોડી કાઢ્યાં બાદ યુએઇ દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી છે.
વિદેશી બાબતોના પ્રધાન અનવર ગાર્ગેશે તુર્કીને આરબની બાબતમાં દખલગીરી અટકાવવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તુર્કી સંસ્થાનવાદી ભાષામાં વાત કરી શકી નહીં. તેમણે પત્ર લખીને જણાવ્યું હતું કે સબલાઇમ પોર્ટે અને સંસ્થાનવાદી ભ્રમણાઓ હવે ઇતિહાસના દફ્તરમાં છે અને હવે બે દેશોના સંબંધો ધાકધમકી સાથે ચાલી શકે નહીં. તુર્કી પશ્ચિમ લીબિયામાં સંયુક્ત રાષ્ટ્રસંઘ માન્ય ગવર્નમેન્ટ ઓફ નેશનલ એકોર્ડને (જીએનએ) સમર્થન આપે છે જ્યારે પૂર્વ સ્થિત ખલીફા હપ્તારના દળોને યુએઇ, ઇજિપ્ત અને રશિયા સમર્થન આપે છે. અબુધાબી લીબિયામાં પોતાને જે કરવું હોય તે કરે છે અને સીરિયામાં પણ આવું જ કરે છે. આ બધાનું રેકોર્ડીંગ થઇ રહ્યું છે.યોગ્ય સ્થળે અને સમયે હિસાબ સરભર કરવામાં આવશેે એવું તુર્કીના સંરક્ષણ પ્રધાન હુલુશી આકારે એક નવેદનમાં જણાવ્યું હતું.
તેમણે તુર્કીના સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પર જણાવ્યું હતું કે આ શત્રુતા, આ ઇરાદા અને આ હિંસા ક્યાંથી આવે છે તે અબુધાબીને પૂછવાની જરુર નથી. ૨૦૧૧માં નાટો સમર્થિત જુવાળમાં લાંબા સમયથી શાસન કરતાં સરમુખત્યાર મુમ્મર ગદાફીની હકાલપટ્ટી બાદ લીબિયા હિંસામાં તૂટી ગયું છે અને આ સંઘર્ષર્માં અનેક વિદેશી સત્તાઓ દરમિયાનગીરી કરી રહી છે. તાજેતરના સપ્તાહમાં લીબિયામાં ઇજિપ્ત સાથે સંઘર્ષ વધી રહ્યો છે અને તેના પગલે તંગદિલી વધી ગઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks