અહીં એક એવા દેશની વાત જાણવા જેવી છે કે જેની ગણના અશિક્ષિત, અસભ્ય અને અજ્ઞાની દેશ તરીકે થાય છે. પરંતુ તે જ દેશે વિશ્વના સભ્ય અને શિક્ષિત લોકોને પાઠ ભણાવ્યો અને વિશ્વને ઉબન્ટુનો અર્થ સમજાવ્યો. આ એક સરળ અને સુંદર કથા છે જે તમારા હૃદયને સ્પર્શી જશે.
દક્ષિણ બ્રાઝિલના ફલોરીઆનોપોલીસ ખાતે ‘શાંતિના તહેવાર’માં પત્રકાર અને ફિલસૂફ લીઆ દિસ્કીન સંબંધી સુંદર અને હૃદયને સ્પર્શી જાય તેવી આફ્રિકાના આદિવાસીઓની કથાને ઉબન્ટુ સંસ્કૃતિ તરીકે વર્ણવે છે.
તેણીએ વર્ણવ્યું છે કે એક માનવશાસ્ત્રી કેવી રીતે આ આદિવાસીઓની આદતો અને રિવાજોનો અભ્યાસ કરે છે અને જ્યારે તે પાતાનું કાર્ય પૂર્ણ કરે છે ત્યારે તેણે પોતાના ઘરે પાછા ફરવા માટે પરિવહનના સાધન માટે રાહ જોવી પડે છે. તેઓ હંમેશા આદિવાસીઓના બાળકોથી ઘેરાયેલા રહે છે. પાછા ફરતા પહેલા સમય પસાર કરવા માટે તેઓ બાળકો સાથે રમતો રમે છે.
તેઓ શહેરમાંથી ઘણી ચોકલેટો અને મીઠાઈઓ લઈને આવ્યા હતા. આ તમામ વસ્તુઓને તેમણે છાબડીમાં મૂકીને સુંદર રેશમી પટ્ટીથી સુશોભિત કરી હતી. તેમણે આ છાબડી એક માત્ર ઝાડ નીચે મૂકી અને પછી તેમણે બધા બાળકોને એક સાથે બોલાવ્યા. તેમણે જમીન પર એક રેખા દોરી અને જણાવ્યું કે બાળકોએ તેમના સંકેત આપવા સુધી તે રેખા પાછળ રહીને રાહ જોવી પડશે અને જ્યારે તેઓ કહેશે કે જાઓ ! ત્યારે બાળકોએ છાબડી તરફ દોટ મૂકીને અન્યો કરતા પહેલા છાબડી લેવાનો પ્રયત્ન કરવાનો રહેશે અને જે સૌથી પહેલા ઝાડ પાસે પહોંચશે તે આ છાબડી (તમામ ચોકલેટ અને મિઠાઈ)નો વિજેતા હશે.
એક યુવાન છોકરીએ સરળતાથી જવાબ આપ્યો : ઉબન્ટુ ! અમે બધા જે છીએ તેના કારણે હું જે છું તે છું. જો બધા જ દુઃખી હોય તો અમારામાંથી કોઈ એક ખુશ કેવી રીતે હોઈ શકે ?
માનવશાસ્ત્રી આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. તેમણે મહિનાઓ સુધી આ આદિવાસીઓ અંગે અભ્યાસ કર્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં તેણેખરેખર તેમનો મુખ્ય સાર સમજી લીધો છે.
આ કથા વાંચીને આપણને વિચાર થાય કે શા માટે દરેક મુસ્લિમ રાષ્ટ્રો એકબીજાનો હાથ પકડીને ઉબન્ટુ નથી બોલતા ? જો અન્ય દુઃખી હોય તો કોઈ એક ખુશ કેવી રીતે રહી શકે ? કદાચ આ કરવું તેમના માટે અઘરૂં છે કારણ કે તેમના મગજમાં માનવતા, દયા, અન કરૂણાનો ખ્યાલ ફક્ત પુસ્તકોમાં જ છે, વ્યવહારમાં નહીં.
નોંધ : ‘ઉબન્ટુ’ એ ‘ઝુલુ’ અથવા ‘ખોસા’ શબ્દો છે અને પરંપરાગત આફ્રિકકામાં ખ્યાત છે. તેનો માનવ અર્થ અને અન્યો પ્રત્યેની માનવતા જેવા કેટલાય અર્થ થાય છે. હું જે છું એ તમારા લીધે છું તથા હું જે છું તે આપણે બધા જે છીએ તેના લીધે છીએ અને હું છું કારણ કે આપણે છીએ. માનવતા, સાર-સંભાળ, વહેંચણી અને તમામ રચનાઓ સાથે સાતત્ય જાળવવાની પરિભાષાનો ઉપયોગ સૌ પ્રથમ ૧૮૪૬માં એક પુસ્તકમાં કરવામાં આવ્યો હતો.
પ્રથમ તસવીરમાં ઉબન્ટુ બાળકો જીવનની તમામ મુશ્કેલીઓ, સુખ-દુઃખ, તડકી-છાંયડીને નેવે મૂકીને નિશ્ચિંતપણે બાળપણની સોનેરી યાદો એકઠી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કદાચ તેમને પણ જાણ થઈ ગઈ છે કે મોટા થઈને જીવનની જે જંજાળમાં ફસાવાના છીએ તેમાંથી બાળપણની આ સોનેરી યાદો જ રાહત આપશે.
બીજી તસવીર જોઈને એવું લાગી રહ્યું છે કે આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગે મહિલાઓ સાજ-શણગાર કરીને એકત્રિત થાય ત્યારે ગોષ્ઠિ કરવા માટે આવી જ રીતે ટોળામાં બેસતી હોય છે. જાણે કે ઉબન્ટુ મહિલાઓ કોઈ શુભ પ્રસંગે એકઠી થઈને વાર્તાલાપ કરતી હોય તેવું લાગી રહ્યું છે.