(એજન્સી) ન્યુયોર્ક, તા.ર૮
અઝેરબેજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સંયુક્ત રાષ્ટ્રની સભાનું સંબોધન કરી રહ્યા હતા અને અઝેરબેજાની શરણાર્થીઓ તથા વિસ્થાપિતો અંગે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની પુત્રી સેલ્ફીઓ લઈ રહી હતી.
રાષ્ટ્રપતિની ૩૩ વર્ષીય પુત્રીને શરણાર્થીઓના સંકટ અને સામૂહિક નરસંહારનો જરા પણ ખ્યાલ ન રહ્યો. હવે તે સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો સામનો કરી રહી છે.
હોલમાં જ્યારે લેલા પોતાની પ૩ વર્ષીય માતા મેહરીબન સાથે બેઠી હતી ત્યારે તે પોતાના પિતાના ભાષણને ધ્યાનથી સાંભળી રહી હતી. ત્યારબાદ જ્યારે અઝેરબેજાનના રાષ્ટ્રપતિએ તે વાસ્તવિકતાની નિંદા કરી કે અરમેનિયાના કારણે દસ લાખથી પણ વધુ અઝેરબેજાનીઓ શરણાર્થી તથા સ્થળાંતરિત બની ગયા છે ત્યારબાદ તેમની પુત્રીએ સેલ્ફી લેવાની શરૂઆત કરી. યુએનમાં લેલાનું આ કૃત્ય પ્રકાશમાં આવ્યા બાદ લેલાએ આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ખોઝાલીમાં રહેલા અઝેરબેજાનીએ વિરૂદ્ધ અરમેનિયાએ નરસંહાર કર્યો હતો. ખોઝાલી નરસંહાર વિશે ર૦થી પણ વધુ દેશો સત્તાવાર રીતે જાણે છે. ર૬ ફેબ્રુઆરી ૧૯૯રના રોજ અરમેનિયાએ યુદ્ધ ગુનો કર્યો હતો જેમાં ૧૦૬ મહિલાઓ અને ૬૩ બાળકો સહિત ૬૧૪ રહેવાસીઓનાં મોત નિપજ્યા હતા.