વિશ્વભરમાં ઈદુલ અઝહાની ઉજવણી

 

ઈદ-ઉલ-અઝહા પયગમ્બર હ.ઈબ્રાહીમ (અ.સ.) અને અલ્લાહની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાના પુત્રનું બલિદાન આપવા માટેની એમની તત્પરતાનું સ્મરણ કરાવે છે. અલ્લાહ ત્આલાએ તે સમયે પયગમ્બર હ.ઈબ્રાહીમ (અ.સ.)ના પુત્રના સ્થાને કુરબાની માટે દુંબો ઉતાર્યો હતો. વિશ્વના ખૂણે-ખૂણે રહેલા મુસ્લિમ બિરાદરો ઈદ-ઉલ-અઝહાના દિવસે ઘેટા, બકરા, ગાય અને ઊંટની કુરબાની આપીને તથા ગરીબોને દાન આપીને મિત્રો અને પરિવારની સાથે આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોની કબર પર જતા પણ જોવા મળે છે તથા મુસ્લિમ બિરાદરો પોતાના સગાવ્હાલા માટે ભેટ-સોગાદ અને નવા કપડા પણ ખરીદતા જોવા મળે છે. આ તહેવારે મક્કામાં પાંચ દિવસના અરકાનો કુરબાની સાથે પુરી થાય છે.
પ્રથમ તસવીર યુદ્ધથી બેહાલ થયેલા દેશ સીરિયાની છે જ્યાં બેઘર બનેલા સીરિયનો પૂર્વીય ઘૌતામાં એક કબ્રસ્તાનની મુલાકાતે ગયા છે. ઈદુલ અઝહા નિમિત્તે પોતાના મર્હૂમ સ્નેહીજનોની કબરોની મુલાકાતે જવાની પરંપરા મુસ્લિમોમાં મોટાભાગે જોવા મળે છે. બીજી તસવીર પેલેસ્ટીનના ગાઝા શહેરની છે જ્યાં હજયાત્રાએ જઈ રહેલા યાત્રાળુઓને વિદાય આપવા ઉપસ્થિત સ્નેહીજનો જોઈ શકાય છે. ઈદુલ અઝહાની ઉજવણી સાથે હજયાત્રા પૂર્ણ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts