વિમ્બલ્ડનમાં નડાલ મરે, સિલિક અને નિશીકોરી ત્રીજા રાઉન્ડમાં

લંડન,તા. ૬
ઓલ ઇંગ્લેન્ડ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં ચોથા ક્રમાકિત રાફેલ નડાલે પોતાની બીજા રાઉન્ડની મેચ જીતી લઇને ત્રીજા રાઉન્ડમાં કુચ કરી લીધી છે. નડાલે સેન્ટર કોર્ટ પર રમાયેલી મેચમાં તેના હરિફ ખેલાડી ડોનાલ્ડ યંગ પર સીધા સેટોમાં ૬-૪, ૬-૨ અને ૭-૫થી જીત મેળવી હતી. નડાલ હવે ચોથા રાઉન્ડમાં શુક્રવારે એટલે કે આવતીકાલે રશિયાના ૩૦મા ક્રમાંકિત ખેલાડી કારેન ખાંચનોવ સામે રમશે.સ્ટાર ફેડરર અને નડાલ વચ્ચે આ વખતે સ્પર્ધા હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્રિટીશ સ્ટાર એન્ડી મરેએ શક્તિશાળી જર્મન ખેલાડી ડસ્ટીન બ્રાઉન પર સીધા સેટોમાં જીત મેળવી હતી. મરે અને નડાલ સેમીફાઇનલમાં આમને સામને આવી શકે છે. મરે પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. સ્ટાર ખેલાડીની આગેકુચ જારીરહી છે. વર્તમાન ચેમ્પિયન એન્ડી મરેએ જર્મનીના ધરખમ ખેલાડી ડસ્ટિન બ્રાઉન ઉપર સીધા સેટોમાં ૬-૩, ૬-૨, ૬-૨થી જીત મેળવી હતી. આની સાથે જ વિમ્બલ્ડનમાં ઓછામાં ઓછા ત્રીજા રાઉન્ડ સુધી પહોંચવાની સિદ્ધિને એન્ડી મરેએ જાળવી રાખી છે. કોર્ટ નંબર ૧ ઉપર જાપાનના મિશીકોરીએ ઉક્રેનના સર્જી ઉપર ૬-૪, ૬-૭, ૬-૧, ૭-૧થી જીત મેળવી હતી. બીજી બાજુ ૧૨માં ક્રમાંકિત ખેલાડી ફ્રાન્સના સોંગાની હાર થઇ ચુકી છે. મારિન સિલિક સહેજમાં હારતા બચી ગયો હતો. તેમની જર્મનીના ફ્લોરિયન માયર ઉપર ૭-૬, ૬-૪, ૭-૫થી જીત થઇ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks