યુનુસખાન-અઝહરની લડાયક બેટિંગ

હેન્ડકોમ્બની સદી, ઓસી ૮ વિકેટે પ૩૮ ડિકલેર

સિડની,તા.૪

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં આઠ વિકેટે ૫૩૮ રન દાવ ડિકલેરના જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે પાકિસ્તાને બે વિકેટ ગુમાવીને ૧૨૬ રન કર્યા હતા. અઝહર અલી ૫૮ અને યુનિસખાન ૬૪ રન સાથે રમતમાં હતા. પાકિસ્તાને તેની બે વિકેટ માત્ર છ રનમાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ યુનિસખાન અને અઝહર અલીએ બાજી સંભાળી લીધી હતી. તે પહેલા આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં આઠ વિકેટે ૫૩૮ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી આ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગ્સમાં ત્રણ સદી થઈ છે. રેનસો ૨૦ ચોગ્ગા સાથે ૧૮૪ રન કરીને આઉટ થયો હતો. જ્યારે હેન્ડસકોમ્બ ૧૧૦ રન કરીને આઉટ થયો હતો. હેન્ડકોમ્બે ૯  ચોગ્ગા સાથે આ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે પાકિસ્તાન ૪૧૨ રન પાછળ હતું.

સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ

રેનશો- બો.ઈમરાન            ૧૮૪

વોર્નર- કો.સરફરાઝ

બો. રિયાઝ           ૧૧૩

ખ્વાજા- કો. સરફરાઝ

બો. રિયાઝ           ૧૩

સ્મિથ- કો. સરફરાઝ

બો. યાસીર           ૨૪

હેન્ડ્‌સકોમ્બ- હિટ વિકેટ બો.રિયાઝ               ૧૧૦

કાર્ટરાઈટ- બો.ઈમરાન     ૩૭

વાડે- કો.આઝમ

બો.અઝહર અલી                ૨૯

સ્ટાર્ક- કો.સબ

બો.અઝહર અલી                ૧૬

ઓકેફી- અણનમ                ૦૦

વધારાના              ૧૨

(૧૩૫ ઓવરમાં ૮ વિકેટે ડિક) ૫૩૮

પતન  : ૧-૧૫૧, ૨-૨૦૩, ૩-૨૪૪, ૪-૩૮૬, ૫-૪૭૭, ૬-૫૧૬, ૭-૫૩૨, ૮-૫૩૮.

બોલિંગ :

આમીર : ૨૪-૨-૮૩-૦ ઇમરાન : ૨૭-૪-૧૧૧-૨ રિયાઝ :      ૨૮-૪-૯૮-૩

યાસીર : ૪૦-૨-૧૬૭-૧ અઝહર અલી  : ૧૪-૦-૭૦-૨,

સાફીક :                 ૨-૦-૧૨-૦.

પાકિસ્તાન પ્રથમ દાવ

અઝહર અલી- અણનમ    ૫૮

સરજીલ-કો.રેનસો

બો.હેજલવુડ        ૦૪

બાબર આઝમ     એલબી-બો.હેજલવુડ        ૦૦

યુનિસ- અણનમ ૬૪

વધારાના              ૦૦

(૪૧ ઓવરમાં ૨ વિકેટે)       ૧૨૬

પતન  : ૧-૬, ૨-૬.

બોલિંગ :

સ્ટાર્ક :         ૧૦-૨-૩૪-૦

હેજલવુડ : ૧૧-૩-૩૨-૨ ઓકાફી :      ૭-૧-૧૧-૦

લિયોન :      ૯-૧-૩૪-૦

કાર્ટ રાઈડ :   ૪-૦-૧૫-૦.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts