ન્યૂયોર્ક મુલાકાત પહેલાં નેતાન્યાહુ સામેના ICCના ધરપકડ વોરંટનો અમલ કરવાની માગ મામદાનીએ દોહરાવી

(એજન્સી) તા.ર૩
૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ યુનાઇટેડ સ્ટેટ્‌સના ન્યૂયોર્ક શહેરમાં મેનહટન ખાતે વેસ્ટ ૪૨મી સ્ટ્રીટ અને સેવન્થ એવન્યુ નજીક ટાઇમ્સ સ્ક્વેરમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન.ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાનીએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સામાન્ય સભા માટે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ન્યૂયોર્ક મુલાકાત અગાઉ, તેમના વિરૂદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટનો અમલ કરવાની પોતાની માગ ફરી દોહરાવી છે. ઝ્રદ્ગદ્ગ સાથેની એક મુલાકાતમાં, મામદાનીએ નેતન્યાહૂને “યુદ્ધ ગુનેગાર” અને “પેલેસ્ટિનિયન લોકોના ભયાનક નરસંહારના સૂત્રધાર” તરીકે વર્ણવ્યા હતા. મમદાનીની આ ટિપ્પણીઓ ન્યૂયોર્કના ગ્રેસી મેન્શન ખાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સૌહાર્દપૂર્ણ મુલાકાત બાદ તરત જ આવી હતી. લાંબા સમયથી ચાલતા રાજકીય મતભેદો હોવા છતાં બંનેએ શહેરના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.મમદાનીએ કહ્યું કે ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન નેતન્યાહૂનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને તેમણે તેમનો એ મત ફરી વ્યક્ત કર્યો હતો કે વ્યક્તિના હોદ્દાને ધ્યાનમાં લીધા વિના આંતરરાષ્ટ્રીય કાનૂની જવાબદારી લાગુ થવી જોઈએ. મમદાનીએ CNNને કહ્યું, “જો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કોઈને તે કાયદાઓના ઉલ્લંઘનને કારણે ધરપકડને પાત્ર ગણતી હોય, તો આપણે કોણ છીએ એવું કહેનારા કે કોઈ તેનાથી ઉપર હોવું જોઈએ ?” ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગાઝા સંઘર્ષના સંદર્ભમાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપસર નવેમ્બર ૨૦૨૪માં નેતન્યાહૂ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.મમદાનીએ અગાઉ તપાસ કરી હતી કે જો નેતન્યાહૂ શહેરમાં પ્રવેશ કરે તો શું ન્યૂયોર્ક સિટીના સત્તાવાળાઓ વોરંટ પર કાર્યવાહી કરી શકે છે કે કેમ. ત્યારપછી તેમણે સ્વીકાર્યું છે કે મેયરની ઓફિસ પાસે તેનો અમલ કરવાની કાનૂની સત્તા નથી અને તેના બદલે તેમણે સંઘીય સ્તરે કાર્યવાહી કરવાની માગ કરી છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ ૈંઝ્રઝ્રની સ્થાપના કરનાર ’રોમ સ્ટેચ્યુટ’નો પક્ષકાર નથી અને આવી પરિસ્થિતિઓમાં યુએસ નાગરિકો અથવા બિન-સભ્ય દેશોના અધિકારીઓ પર કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી. નેતન્યાહૂએ મંગળવારે એક વીડિયો સંદેશ દ્વારા પ્રતિક્રિયા આપતા મામદાની પર હમાસને સમર્થન આપવાનો અને “ન્યૂયોર્કના યહૂદીઓ વિરૂદ્ધ રમખાણો ભડકાવવાનો” આરોપ મૂક્યો હતો. તેમણે આ આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં તેમની આગામી ઉપસ્થિતિ દરમિયાન મમદાનીનો ઉલ્લેખ કરશે અને ઇઝરાયેલી સૈનિકો તથા ન્યૂયોર્કના મેયર વિશે “સત્ય કહેશે”. મામદાનીએ એવા આરોપોને નકારી કાઢ્યા છે કે ઇઝરાયેલની તેમની ટીકા યહૂદી લોકો પ્રત્યેની દુશ્મનાવટ સમાન છે, અને તેમણે જાહેરમાં યહૂદી-વિરોધી ભાવના (એન્ટિ-સેમિટિઝમ)ની નિંદા કરી છે. તેમની ટીકા મુખ્યત્વે નેતન્યાહૂની સરકાર, ગાઝામાં ઇઝરાયેલના સૈન્ય અભિયાન અને આંતરરાષ્ટ્રીય કાનૂની વ્યવસ્થાઓના અમલીકરણની જરૂરિયાત પર કેન્દ્રિત રહી છે.નેતન્યાહૂ આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા માટે ન્યૂયોર્ક આવે તેવી અપેક્ષા છે; આ સભામાં ગાઝા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં પ્રવર્તતા વ્યાપક સંઘર્ષો એ વિશ્વના નેતાઓ સમક્ષ રહેલા મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks