ટીકાકારો કહે છે કે આ શીખ ધર્મનું ‘બ્રાહ્મણીકરણ’ કરવાનો પ્રયાસ છે, અને તે AAP સરકારની ચૂંટણી ગણતરીઓથી પ્રેરિત છે
(એજન્સી) અમૃતસર, તા.રર
રાજીવ ગુલાટી અને તેમનો પરિવાર ૫૬ વર્ષથી પંજાબના અમૃતસર શહેરમાં માછલીની દુકાન ચલાવી રહ્યા છે. ૨૦ એપ્રિલના રોજ, શહેરના અધિકારીઓએ અમૃતસરના હોલ ગેટ ફિશ માર્કેટમાં દુકાનને બળજબરીથી સીલ કરી દીધી, અને તે પણ કથિત રીતે તેમને કોઈ સૂચના આપ્યા વિના. તેમણે કહ્યું કે, મારા દાદાના સમયથી આ અમારી આજીવિકાનો સ્ત્રોત રહ્યો છે.
આ કાર્યવાહી પંજાબ સરકારની સૂચના પર આધારિત હતી જેમાં અમૃતસરના દિવાલવાળા શહેર, સુવર્ણ મંદિરની આસપાસના વિસ્તારમાં માંસ, દારૂ, સિગારેટ અને તમાકુના વેચાણને મંજૂરી આપવામાં આવી ન હતી. ગયા વર્ષે નવેમ્બરમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા ત્રણ શહેરો – અમૃતસર, આનંદપુર સાહિબ અને તલવંડી સાબો -ને પવિત્ર શહેરો જાહેર કરવાના નિર્ણય બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.ગુલાટીએ જણાવ્યું હતું કે નાના માંસ વિક્રેતાઓ, ખાદ્ય ગાડીઓ અને જથ્થાબંધ વેપારીઓ સહિત ૨૫૦થી વધુ વ્યવસાયો આ નિર્ણયથી પ્રભાવિત થયા છે. ગુલાટીએ કહ્યું કે, અમે ત્યારથી નિષ્ક્રિય બેઠા છીએ. સરકારે અમને અમારા વ્યવસાયો ચલાવવા માટે કોઈ વૈકલ્પિક જગ્યા આપવી જોઈતી હતી.૨૯ મેના રોજ, ગુલાટીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી, અને આ બંધની કાયદેસરતાને પડકાર ફેંક્યો. તેમના કાનૂની સલાહકાર, એડવોકેટ વિકાસ ચત્રથે જણાવ્યું હતું કે, “આ સૂચનાઓને કોઈ કાયદાકીય સમર્થન નથી.” અરજીમાં રાજ્યની સત્તા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે “કોઈપણ સક્ષમ અધિનિયમ, કાયદાકીય જોગવાઈ, નિયમન, પેટા-કાયદો અથવા કાયદાકીય સાધન” વિના કાં તો કોઈ વિસ્તારને ‘પવિત્ર શહેર’ તરીકે જાહેર કરવાની અથવા મ્યુનિસિપલ હદમાં અન્યથા કાયદેસર અને લાઇસન્સ પ્રાપ્ત વેપારને પ્રતિબંધિત કરવાની સત્તા નથી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ સરકારને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગ્યો છે. પંજાબ સરકારના નિર્ણયના ટીકાકારો કહે છે કે આ છછઁ સરકાર દ્વારા શીખ ધર્મની લાગણીઓનો લાભ લેવાનો પ્રયાસ છે. આ સંપૂર્ણપણે રાજકીય નિર્ણય છે.અમૃતસરને પવિત્ર શહેર તરીકે ઓળખ આપવાની માંગ એક સમયે પંજાબના શીખ-કેન્દ્રિત પક્ષ અકાલી દળ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ખાલિસ્તાન વિચારધારા અને કટ્ટરપંથી જરનૈલ સિંહ ભિંડરાનવાલેએ શહેરમાં તમાકુ પર પ્રતિબંધ માટે ઝુંબેશ ચલાવી હતી. ભગવંત માન સરકારે તેના વિરોધીઓ પર ફાયદો મેળવ્યો છે. પરંતુ આ “શીખ ધર્મનું બ્રાહ્મણીકરણ” કરવાના પ્રયાસો છે.ગયા વર્ષે ૨૪ નવેમ્બરના રોજ, પંજાબ સરકારે નવમા શીખ ગુરુ, ગુરુ તેગ બહાદુરની ૩૫૦મી શહીદી જયંતિ નિમિત્તે ધાર્મિક શહેર આનંદપુર સાહિબમાં એક દિવસનું ખાસ વિધાનસભા સત્ર યોજ્યું હતું. પંજાબના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે રાજ્યની રાજધાની ચંદીગઢની બહાર વિધાનસભાનું સત્ર યોજાયું હતું. આ ખાસ સત્રનું સમાપન એક ઠરાવ સાથે થયું જેમાં આનંદપુર સાહિબ, તલવંડી સાબો અને અમૃતસર દિવાલવાળા શહેર – શીખ ધર્મમાં આધ્યાત્મિક સત્તાના સ્થળો તરીકે આદરણીય – ને ‘પવિત્ર શહેરો’ જાહેર કરવામાં આવ્યા હતા. સર્વસંમતિથી પસાર થયેલા આ ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણ શહેરોમાં દારૂ, માંસ અને તમાકુનું વેચાણ અથવા સેવન પ્રતિબંધિત રહેશે.એક મહિના કરતાં પણ ઓછા સમય પછી, પંજાબ સરકારે એક સત્તાવાર સૂચના બહાર પાડી, જેમાં નવા નિયમોની પ્રાદેશિકમર્યાદાઓ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. આ સૂચના દ્વારા ફરજિયાત પ્રતિબંધોએ પંજાબમાં ઘણા લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે.શીખ મર્યાદા અથવા આચારસંહિતા અનુસાર, તમાકુ અને હલાલ માંસ (ઇસ્લામિક કતલ કરવામાં આવેલા પ્રાણીઓ) ધર્મના અનુયાયીઓ માટે પ્રતિબંધિત છે. જો કે, શીખોને ઝટકા માંસ (એક જ ફટકામાં માર્યા ગયેલા પ્રાણીનું) ખાવાની છૂટ છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્ય કિરણજોત કૌરે જણાવ્યું હતું કે માંસના વેચાણ અને વપરાશ પરના પ્રતિબંધથી શીખોનું “બ્રાહ્મણીકરણ” થયું છે. તમાકુ અને હલાલ માંસ શીખો માટે ઘૃણાસ્પદ છે. શીખ ધર્મમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થો પણ પ્રતિબંધિત છે, પરંતુ ઝટકાનું માંસ અમારો અધિકાર છે.ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના પૂર્વ શિક્ષણવિદ સિંહે આ નિર્ણયને રાજકીય ગણાવ્યો છે. સુવર્ણ મંદિરના ઘર અમૃતસરને ‘પવિત્રશહેર’નો દરજ્જો આપવાની ઔપચારિક માંગ ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. ૧૯૮૧માં પંજાબના ભવ્ય જૂના શીખ-કેન્દ્રિત રાજકીય પક્ષ શિરોમણી અકાલી દળ દ્વારા કેન્દ્ર સરકારને રજૂ કરાયેલી માંગણીઓના ચાર્ટરનો એક ભાગ હતો, જે તે સમયે પંજાબ માટે વધુ સ્વાયત્તતાની માંગ કરી રહ્યો હતો. તેના એક વર્ષ પહેલાં, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના તત્કાલીન પ્રમુખ ગુરચરણ સિંહ તોહરાએ પણ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને અમૃતસરને “પવિત્ર શહેર” જાહેર કરવા વિનંતી કરી હતી. તે જ સમયે, ૧૯૮૧માં અનેક શીખ ધાર્મિક જૂથોએ અમૃતસરમાં ધૂમ્રપાન અને તમાકુના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, જેનો ભારતીય જનતા પાર્ટી સહિત હિન્દુ જૂથોએ વિરોધ કર્યો હતો. ઈતિહાસકાર ગુરમિત સિંહના મતે, શીખ ધાર્મિક સંગઠનોના વલણ પર વધતી શંકાને કારણે માંગણીઓનો હિન્દુ વિરોધ થયો હતો. માર્ચ ૧૯૮૧માં, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ જાહેર કર્યું હતું કે “શીખ એક અલગ ધર્મ અને રાષ્ટ્ર છે.તે વર્ષે મે મહિનામાં, આર્ય સમાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય હિન્દુ સંગઠનો જેવા જૂથોનું નેતૃત્વ તત્કાલીન ભાજપના ધારાસભ્ય હરબંસ લાલ ખન્ના દ્વારા અમૃતસર શહેરમાં તેમના “ધૂમ્રપાનના અધિકાર”ના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવ્યું હતું. ઇતિહાસકાર ગુરમિત સિંહ “હિસ્ટ્રી ઓફ શીખ સ્ટ્રગલ્સઃ વોલ્યુમ ૈૈંં”માં લખે છે કે પ્રદર્શન દરમિયાન શીખો વિરુદ્ધ “ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર” કરવામાં આવ્યા હતા જેનાથી “શીખોમાં હિન્દુ વિરોધી લાગણીઓ ભડકી હતી. થોડા દિવસો પછી, દમદમી ટક્સલના વડા ભિંડરાનવાલે જેવા ધાર્મિક નેતા જે શીખો માટે અલગ ખાલિસ્તાન રાજ્યના વિચારના પર્યાય બની ગયા હતા, તેઓએ અમૃતસરમાં શહેરમાં તમાકુ પર પ્રતિબંધની માંગણી માટે એક કૂચનું નેતૃત્વ કર્યું હતું. તે પછીના વર્ષોમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થતાં અને રાજ્યએ ખાલિસ્તાન ચળવળ પર કડક કાર્યવાહી કરતા, પવિત્ર શહેરનો દરજ્જો મેળવવા માટેની માંગ દબાઈ ગઈ હતી.૨૦૧૬માં આ માંગ ફરી આવી, જ્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં તેની પ્રથમ ચૂંટણી લડાઈ પહેલા અમૃતસર અને આનંદપુર સાહિબને પવિત્ર શહેરનો દરજ્જો આપવાનું વચન આપ્યું. આ માંસના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ અંગે શીખ ધાર્મિક સંસ્થા તરફથી કોઈ તીવ્ર પ્રતિક્રિયા આવી નથી. શીખ ધર્મમાં શાકાહાર અંગેની આંતરિક ચર્ચા હોઈ શકે છે. શીખ ધર્મમાં માંસ ખાવાની મંજૂરી છે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી છે. ઘણા શીખ જે માંસ ખાય છે તેઓ આ પવિત્ર સ્થળોની આસપાસ જાહેરમાં માંસ ખાવાનું ટાળે છે. આ જ કારણ છે કે સુવર્ણ મંદિરના લંગરમાં ફક્ત શાકાહારી ભોજન પીરસવામાં આવે છે.ભિંડરાનવાલેના નેતૃત્વ હેઠળના પ્રભાવશાળી મદ્રેસાના દમદમી તક્ષલે માંસ ખાવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા વિદ્વાનો માને છે કે દમદમી તક્ષલ બ્રાહ્મણવાદી પ્રભાવ ધરાવે છે. માંસ ખાવા પર પ્રતિબંધ અંગે શીખ ધાર્મિક સંસ્થાના મૌનને પંજાબના ઇતિહાસના સંદર્ભમાં જોવું જોઈએ. ૧૯૮૪ અને ઓપરેશન બ્લુસ્ટાર પછી શીખ માનસમાં પરિવર્તન આવ્યું છે. ૧૯૮૪માં પંજાબ માટે સ્વાયત્તતા માટે ભિંડરાનવાલેના હિંસક અભિયાનને ડામવા માટે સુવર્ણ મંદિર પર સૈન્ય દ્વારા કરાયેલા હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, શહીદી (ધર્મ માટે શહાદત)ને ખૂબ જ આદર આપવામાં આવે છે અને સૈન્ય હુમલા દરમિયાન ભિંડરાનવાલે દરબાર સાહિબ (સુવર્ણ મંદિર)માંથી ભાગી ન ગયા અને લડતા મરવાનું પસંદ કર્યું હતું અને તે શાકાહારી હતા અને ત્યારથી શીખમાં શાકાહાર માટે વધુ આહ્વાન થાય છે.