(એજન્સી) તા.૮
એક પેલેસ્ટીનીએ અલ-ખલીલ નગરમાં જાયોની સૈનિકોની વિરૂદ્ધ શહાદતપ્રેમી કાર્યવાહી કરી જેમાં તે શહીદ થઈ ગયો. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે કે એક પેલેસ્ટીની જાયોની સૈનિકોની વિરૂદ્ધ શહાદતપ્રેમી કાર્યવાહી દરમ્યાન શહીદ થયો. જેરૂસલેમ પોસ્ટે સોમવારે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે એક વ્યક્તિએ અલ-ખલીલ શહેરમાં સ્થિત કરિયા અરબ નામની કોલોનીમાં એક ઈઝરાયેલી સૈનિક અને એક પોલીસ કર્મચારી પર છરીથી હુમલો કરી દીધો. જાયોનીઓ દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં તે શહીદ થઈ ગયો અને યહુદી સૈનિકોને કોઈ નુકસાન પહોંચ્યું નથી. જાયોની પોલીસે જણાવ્યું છે કે આ હુમલાના જવાબદારની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્યાર સુધી આ સંબંધમાં વિસ્તારથી કોઈ રિપોર્ટ મળ્યો નથી જ્યારે મીડિયા અને પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ મળી આવે છે. થોડાક સમય પહેલા જાયોની શાસનની આંતરિક સુરક્ષાની સંસ્થાએ દાવો કર્યો હતો કે એક પેલેસ્ટીની જૂથના સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે જે ઈઝરાયેલી સૈનિકોનું અપહરણ કરવાનો ઉદ્દેશ ધરાવતા હતા.