જ્યારે વકીલની અટકાયત કરવામાં આવી ત્યારે તેઓ પોતાના યુનિફોર્મમાં હતા, તેમણે પોલીસને તેમનું બાર આઈડી કાર્ડ બતાવ્યું હતું અને તેમની પાસે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની નકલો હતી
(એજન્સી) ગુવાહાટી, તા.૨૬
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરનારાઓ સામેના કેસો પાછા ખેંચવાના કરાર સ્વીકારવામાં આવ્યા હોવા છતાં, અસમ પોલીસે ગુવાહાટીમાં NEET વિરોધ પ્રદર્શન સ્થળ નજીકથી એડવોકેટ આરિફુલ ઇસ્લામ નામના મુસ્લિમ વકીલની અટકાયત કરી ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. વકીલ અને કોંગ્રેસના પ્રવક્તા અમન વાદુદે શનિવારે માહિતી આપી હતી કે, અટકાયત બાદ આરિફુલ ઇસ્લામને ૭ ઓગસ્ટ સુધી જેલમાં મોકલી દેવાયા છે.કોર્ટમાં આરિફુલ ઇસ્લામનો પક્ષ રજૂ કરનાર એડવોકેટ વાદુદે જણાવ્યું હતું કે, અટકાયત સમયે ઇસ્લામ વકીલના યુનિફોર્મમાં હતા, તેમણે પોતાનું બાર આઈડી કાર્ડ પણ દર્શાવ્યું હતું અને તેમની પાસે કાયદાની પુસ્તકો હતી. તેમ છતાં, અસમ પોલીસે તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૫૨ હેઠળ કેસ નોંધ્યો છે, જે ભારતની “સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા”ને જોખમમાં મૂકતા કૃત્યો સાથે સંબંધિત છે. વાદુદે પોલીસ કાર્યવાહીની સખત ટીકા કરતા આક્ષેપ કર્યો હતો કે, પોલીસે મનસ્વીતાની તમામ સીમાઓ વટાવી દીધી છે અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.WhatsApp NEET બનાવી દ્ગઈઈ્ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવા બદલ અસમમાં ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓ જેલમાંબીજી તરફ, અસમના લખીમપુર જિલ્લાના લાલુક વિસ્તારના ત્રણ મુસ્લિમ યુવાનો-મંજૂર રહેમાન (૨૩), અશરાફુલ ઇસ્લામ (૨૧) અને અબ્દુલ કાસમ (૨૩)ની પણ પોલીસે અટકાયત કરી છે. તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ, દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટે આ યુવાનોએ એક વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. પરિવારજનોએ સ્પષ્ટ કર્યું હતું કે, યુવાનોએ પ્રદર્શન કરતા પહેલા લાલુક પોલીસ સ્ટેશનમાં વિધિવત મંજૂરી માંગી હતી, પરંતુ પોલીસે મંજૂરી આપી નહોતી. મંજૂર રહેમાનના પિતાએ સવાલ ઉઠાવ્યો હતો કે, દેશભરમાં યુવાનો વિરોધ કરી રહ્યા છે પણ તેમની ધરપકડ થઈ નથી, જ્યારે તેમના પુત્રે તો હજુ પ્રદર્શન કર્યું પણ નહોતું માત્ર આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય એક યુવકના પિતા અયૂબ અલીએ આક્ષેપ કર્યો હતો કે, અન્ય સમુદાયના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા નથી, પરંતુ મુસ્લિમ હોવાને કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ત્રણેય યુવાનો સામે ૨૩ જુલાઈના રોજ BNSની કલમ ૬૧(૨)(b), ૩૫૩(૧) અને ૧૫૨ (દેશની સાર્વભૌમત્વ અને એકતાને જોખમમાં મૂકવાની કલમ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમની વધુ પૂછપરછ માટે કસ્ટડી માંગી હતી, પરંતુ અદાલતે પોલીસ કસ્ટડી ફગાવીને ત્રણેય યુવાનોને જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં મોકલી આપ્યા છે.