‘આ દિવસને યાદ રાખીશું’ : UNમાં જેરૂસલેમ મુદ્દે એકલા પડી ગયેલ અમેરિકાનો બળાપો

(એજન્સી) તા.રર
અમેરિકાની આર્થિક મદદ બંધ કરવાની ધમકીઓને અવગણીને યુએનમાં દુનિયાના ૧ર૮ દેશોએ અમેરિકા વિરૂદ્ધ મત આપ્યો હતો. ફક્ત ૯ દેશોએ જ અમેરિકાને સમર્થન આપ્યો હતો જેમાં અમેરિકા અને ઈઝરાયેલ પણ સામેલ છે. ૩પ દેશો મતદાનથી અળગા રહ્યા હતા અને ર૧ દેશો ગેરહાજર રહ્યા હતા.
યુએનમાં ઠરાવ પસાર કરાયો હતો જેમાં ટ્રમ્પે જેરૂસલેમને ઈઝરાયેલની રાજધાની જાહેર કરાઈ હતી એ નિર્ણય વિરૂદ્ધ ઠરાવ પસાર કરાયો હતો. દુનિયાના દેશોએ જણાવ્યું કે અમેરિકાના આ ઠરાવથી દુનિયાની શાંતિ જોખમાશે. આ ઠરાવ પસાર થવાથી અને સાથી દેશો લાલચોળ થઈ ગયા છે. મોટાભાગના દેશોનું મંતવ્ય છે કે આ મુદ્દે પેલેસ્ટીન અને ઈઝરાયેલ પોતે વાતચીત કરી નિર્ણય કરે. હાલના તબક્કે અન્ય દેશોએ આ મુદ્દે દરમિયાનગીરી કરવાની કોઈ જરૂર નથી.
જો કે આ ઠરાવ બંધનકર્તા નથી પણ આ ઠરાવનો રાજકીય પ્રભાવ પડે છે. જે દેશો મતદાનથી અળગા રહ્યા હતા. એમણે ઓફર કરી છે કે અમે આ બાબત ખુલાસો આપવા તૈયાર છીએ.
અમેરિકાની ધમકીની અસર અમેરિકાથી મદદ લેનાર દેશો ઉપર પડી ન હતી. એ દેશોએ અમેરિકા ઉપર આક્ષેપો મૂક્યા હતા કે ધમકીઓ આપી અમારૂં મંતવ્ય બદલવાનો પ્રયાસ નહીં કરાય. અમેરિકાએ જણાવ્યું હતું કે અમે એ દેશો ઉપર નિગરાની રાખીશું જે અમારી વિરૂદ્ધ મત આપશે. અમેરિકાએ કહ્યું હતું કે મદદ લેવા અમારી પાસે આવો છો અને જરૂર પડે તો અમારી વિરૂદ્ધ મત આપો છો. મતદાનની છેલ્લી મિનિટોમાં જોર્ડન અને ઈજિપ્તે અમેરિકાની તરફેણમાં મત આપ્યો હતો. આ બે દેશો અમેરિકા પાસેથી પ્રતિ વર્ષ ૧ બિલિયન ડોલરની મદદ મેળવે છે.
આ ઘટના પછી અમેરિકાની યુએન ખાતેની રાજદૂત નિક્કી હેલીએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું અમેરિકા આજનો દિવસ યાદ રાખશે, જે દિવસે અમેરિકા યુએનમાં એકલો પડી ગયો છે. અમે યુએનને દુનિયામાં સૌથી વધુ સહાય આપીએ છીએ. અમે એ દેશોને પણ યાદ રાખીશું જે મુશ્કેલીના સમયમાં અમારી પાસેથી નાણાકીય અને રાજકીય મદદ મેળવવા આવે છે.
હેલીએ કહ્યું કે આજે અમેરિકાનું અપમાન થયું છે. તેમ છતાંય અમે પોતાનો દૂતાવાસ જેરૂસલેમ ખાતે ખસેડીશું. યુએનમાં પ્રસ્તાવ ઈન્કાર કરાયું છે. એનાથી અમને ફેર પડતો નથી પણ અમે અપમાનને નહીં ભૂલીએ.
યમનના રાજદૂતે આ પ્રસ્તાવને પેલેસ્ટીનીઓના અધિકારનો ભંગ ગણાવ્યો. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ખૂબ જ આકરા શબ્દોનો ઉપયોગ કર્યું હતું. એમણે કહ્યું મિ. ટ્રમ્પ તમે પોતાના ડોલરોથી તુર્કીની લોકશાહી ઈચ્છાને ખરીદી નહીં શકો. એર્દોગને ચર્ચા શરૂ થતા પહેલા જ ટ્‌વીટ કર્યું હતું. તુર્કીના રાજદૂતે જનરલ એસેમ્બલીમાં જણાવ્યું. અમે તમારી ધમકીઓથી ડરતા નથી. તમે શક્તિશાળી હોઈ શકો છો એનો અર્થ એ નથી કે તમે સાચા જ છો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks