ઇઝરાયેલની જેલોમાં પેલેસ્ટીનીઓને ફાંસી આપવી જોઈએ : બેન ગ્વિરની ક્રૂરતા

ઇઝરાયેલી સરકારે પેલેસ્ટીની કેદીઓ માટે અંદાજે ૯૩૬ વધારાની
જેલો બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ તેમની આ ટિપ્પણી આવી હતી

(એજન્સી) તા.૨૩
ઇઝરાયેલના જમણેરી રાષ્ટ્રીય સુરક્ષાના પ્રધાન ઇટામર બેન ગ્વિરે કહ્યું કે, જેલમાં ભીડની સમસ્યાનો સામનો કરવા માટે પેલેસ્ટીની કેદીઓને મૃત્યુદંડ આપવો એ ‘સાચો ઉકેલ’ છે. ઇઝરાયેલ સરકારે પેલેસ્ટીની કેદીઓ માટે અંદાજે ૯૩૬ વધારાની જેલો બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ તેમની આ ટિપ્પણી આવી હતી. ગઈકાલે બેન ગ્વિરે લખ્યું હતું કે, ‘મને ખુશી છે કે સરકારે ઇઝરાયેલી સેનાને સુરક્ષા કેદીઓ માટે ૯૩૬ (કુલ ૧૬૦૦) વધારાના અટકાયત સ્થાનો(જેલો) બનાવવાની મારી દરખાસ્તને મંજૂરી આપી છે.’ તેમણે ઉમેર્યું ‘વધારાના બાંધકામથી જેલ સેવા વધુ આતંકવાદીઓને લઈ જવાની મંજૂરી આપશે અને ભીડભાડની કટોકટીનો આંશિક ઉકેલ લાવશે. આતંકવાદીઓ માટે મૃત્યુદંડે ભીડભાડની સમસ્યાનો યોગ્ય ઉકેલ છે પણ મને ખુશી છે કે સરકારે મારા લાવેલા પ્રસ્તાવને મંજૂરી આપી.’ ઓક્ટોબર ૭, ૨૦૨૩ના રોજ પટ્ટી પર તેના ચાલુ વિનાશક યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી ઇઝરાયેલી સેનાએ ૫૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks