વિસ્થાપિત થયેલા નાગરિકોની રાહત છાવણીમાં આઠ જેટલી શાળાઓની બિલ્ડિંગ ઉપર ભયાનક હવાઈ હુમલા કરવામાં આવતા એક જ હુમલામાં ૧૮ માર્યા ગયા
(એજન્સી) તા.૧૨
દક્ષિણ ગાઝા પટ્ટી વિસ્તારના જબાલિયા શહેરમાં આવેલા વિસ્થાપિત નાગરિકોના કેમ્પ ઉપર ઇઝરાયેલ દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવતા બાળકો સહિત ૩૦ લોકોનાં મોત થયાનું જાહેર થયું છે કે શુક્રવારે આ ભયાનક હત્યાકાંડ ઇઝરાયેલના હવાઈ હુમલામાં સર્જાયો છે.
સિવિલ ડિફેન્સ એજન્સી ગાઝાએ જાહેર કર્યું હતું કે મરનારમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. શુક્રવારે રાત્રે કેમ્પની શાળાઓ પર બોમ્બવર્ષા કરવામાં આવી હતી જેના કારણે જબલિયા રેફ્યુજી કેમ્પનો નાશ થયો હતો. હજુ ૧૪ લોકો ગુમ હોવાનું એજન્સીના પ્રવક્તા મહેમુદ બસલે જણાયું હતું.
૧૮ જેટલી શાળાઓની બિલ્ડિંગ કેમ્પમાં આવેલી હતી બોમ્બમારાને લીધે ઇમારતોનો નાશ થયો હતો અને કાટમાળ હેઠળ ડઝન લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. જબલિયા કેમ્પમાં શાળાઓમાં લોકો આશરો લઈ રહ્યા હતા ત્યારે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આવી કુલ ૮ બિલ્ડિંગો નાશ પામી હોવાનું ન્યુ એજન્સીએ જણાવ્યું હતું પહેલા એક જ હુમલામાં ૧૮ લોકો માર્યા ગયા હતા અને કુલ ૩૦નાં મોત થયા છે.
ઇઝરાયેલી મિલિટરી દ્વારા શાળાઓ પર હુમલા અંગેના સવાલો વિશે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અઠવાડિયે જબલિયા કેમ્પને ઇઝરાયેલના લશ્કરે ઘેરી લીધું હતું અને આ વિસ્તાર ખાલી કરી દેવાનો હુકમ બહાર પાડ્યો હતો. પરંતુ લોકો અહીંની શાળાઓમાં આશરો લઈ રહ્યા હતા અને તેમના ઉપર શુક્રવારે બોમ્બનો વરસાદ વરસાવી દેવામાં આવ્યો હતો. પરિણામે વધુ એક નરસંહાર થયો છે. નિષ્ણાતો કહે છે કે ઇઝરાયેલી આર્મી વંશિય રીતે નાગરિકોનો નાશ કરીને આ વિસ્તારને એમનાથી સાફ કરી દેવા માંગે છે. અત્યાર સુધીમાં ઇઝરાયેલના યુદ્ધના કારણે અને ઇઝરાયેલી સેનાના હુમલા તથા હવાઈ આક્રમણને કારણે ૧૭,૦૦૦ બાળકો તથા ૧૧,૦૦૦ મહિલાઓ સહિત ૪૨,૦૦૦ નાગરિકોનાં મોત થયા છે જેમાં ૧૦૦૦ જેટલા તબીબો અને આરોગ્ય કર્મીઓ પણ છે અને ૧૭૪ પત્રકારો પણ માર્યા ગયા છે. ઇઝરાયેલી લશ્કરે હોસ્પિટલો તથા શાળાની ઇમારતો અને યુનિવર્સિટીની બિલ્ડિંગો અને રાહત છાવણીઓને જાણી જોઈને નિશાન બનાવી છે અને એમના પર ભયાનક વર્ષા કરી છે. આ રીતે અત્યાર સુધીમાં ૨૪ લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.