ઇઝરાયેલી અધિકારીની મુલાકાતને કારણે બેલ્જિયમનાશસ્ત્ર કારખાનામાં કામદારોએ ઉત્પાદન બંધ કર્યું

(એજન્સી) તા.૧૫
બેલ્જિયમની અગ્રણી શસ્ત્ર ઉત્પાદક કંપની, એફએન હર્સ્ટલના કેટલાક કર્મચારીઓએ સંરક્ષણ એટેચીના પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા ઇઝરાયેલી લશ્કરી અધિકારીની હાજરીનો વિરોધ કરવા માટે સ્વયંભૂ હડતાળ પાડી છે. પ્રાદેશિક મીડિયા દ્વારા ટાંકવામાં આવેલા બેલ્જિયન આઉટલેટ એલ-પોસ્ટ અનુસાર, કંપનીએ ખાતરી આપી છે કે હર્સ્ટલ ફેક્ટરીમાં હડતાળ શુક્રવારે બપોરે થઈ અને તેની શરૂઆત સમાજવાદી ટ્રેડ યુનિયન FGTB સાથે જોડાયેલા સભ્યો દ્વારા કરવામાં આવી છે. બ્રસેલ્સ સ્થિત હિંદ રજબ ફાઉન્ડેશનના ડિરેક્ટર જનરલ ડાયાબ અબુ જાહજાહે અમેરિકન સોશિયલ મીડિયા કંપની Xપર જણાવ્યું કે કર્મચારીઓએ ‘ઇઝરાયેલી લશ્કરી અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું છે તે જાણ્યા પછી મશીનો બંધ કરી દીધા હતા અને ફેક્ટરી છોડી દીધી હતી,’ અને આ કાર્યવાહીને ગાઝા યુદ્ધમાં શસ્ત્ર ઉદ્યોગની સંડોવણી સામે ‘સ્પષ્ટ સંદેશ’ તરીકે વર્ણવી હતી. તેમણે ઉમેર્યું, ‘જો એ વાતની ખાતરી થાય કે હાજર અધિકારી બેલ્જિયમમાં ઇઝરાયેલી લશ્કરી એટેચી હતો, તો અમે મોશે ટેટ્રો વિશે વાત કરી રહ્યા છીએ – જે હોસ્પિટલો પરના હુમલાઓ અને ગાઝા પર લાદવામાં આવેલી ભૂખમરાની નીતિમાં સામેલ હતો.’ વધુમાં, ફ્લેમિશ જાહેર પ્રસારણકર્તા ફઇ્‌ VRT NWSએ અહેવાલ આપ્યો છે કે હિંદ રજબ ફાઉન્ડેશને બ્રસેલ્સમાં ઇઝરાયેલી લશ્કરી એટેચી વિરુદ્ધ હેગમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. અબુ જહજાહે બેલ્જિયન અધિકારીઓને એટેચીને હાંકી કાઢવા વિનંતી પણ કરી હતી અને ઉમેર્યું કે સંસ્થાએ ડિસેમ્બર ૨૦૨૪માં ૈંઝ્રઝ્રને તેમની કથિત ભૂમિકા અંગેના દસ્તાવેજો સબમિટ કરી દીધા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks