ઇઝરાયેલી સેનાએ ઉત્તર વેસ્ટ બેંકના નાબ્લુસમાંહુમલો કર્યો, ૨૫ પેલેસ્ટીની ઘાયલ થયા

(એજન્સી) તા.૨૮
ઇઝરાયેલી સેનાએ બુધવારે સવારે ઉત્તરીય વેસ્ટ બેંકના શહેર નાબ્લસ પર હુમલો કર્યો, જેમાં ૨૫ પેલેસ્ટીનીઓને ઘાયલ કર્યા અને જૂના શહેર પર ઘેરો ઘાલ્યો. પેલેસ્ટીની રેડ ક્રેસન્ટ સોસાયટીએ એક નિવેદનમાં જણાવ્યું કે તેની ટીમોએ નાબ્લસમાં ચાલી રહેલી અથડામણ દરમિયાન ટીયર ગેસના કારણે ગૂંગળામણથી પીડાતા ૨૫ લોકોની સારવાર કરી હતી. સંગઠને જણાવ્યું કે એક વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યારે બાકીના લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. સાક્ષીઓએ અહેવાલ આપ્યો કે નેબ્લસના જૂના શહેરની આસપાસ ડઝનેક પેલેસ્ટીનીઓ અને ઇઝરાયેલી સૈન્ય વચ્ચે અથડામણ થઈ હતી, જ્યાં યુવાનોએ સેના પર પથ્થરમારો કર્યો, જેના કારણે સેનાએ વિરોધીઓને વિખેરવા માટે ગોળીઓ, રબરની ગોળીઓ અને ટીયર ગેસ છોડ્યા હતા. સાક્ષીઓએ જણાવ્યું કે શહેરમાં અને તેની આસપાસ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને સૈનિકોએ ઘણા પરિવારોને તેમના ઘરો ખાલી કરવા દબાણ કર્યું અને તેમને લશ્કરી ચોકીઓમાં ફેરવ્યા હતા. ઇઝરાયેલની સેનાએ નેબ્લસના અનેક વિસ્તારોમાં ઘરે-ઘરે સર્ચ પણ શરૂ કર્યું હતું. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી સૈનિકોએ મંગળવારે કલાકો સુધી ચાલેલા દરોડા પછી મધ્ય વેસ્ટ બેંકના શહેર રામલ્લાહમાંથી પીછેહઠ કરી હતી, જેમાં ૫૮ પેલેસ્ટીની ઘાયલ થયા અને અન્ય ત્રણની અટકાયત કરવામાં આવી હતી. પેલેસ્ટીની રેડ ક્રેસન્ટ સોસાયટીએ અલગ નિવેદનોમાં જણાવ્યું કે તેની ટીમોએ ૫૮ ઘાયલોને સારવાર આપી અને હોસ્પિટલમાં ખસેડ્યા, જેમાં આઠ લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા, પાંચ શ્રાપનલથી અને ૧૪ રબર કોટેડ ગોળીઓથી ઘાયલ થયા હતા. ટીયરગેસથી અન્ય ૩૧ પેલેસ્ટીન ઘાયલ થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks