ઇઝરાયેલે અનેક મિસાઈલો વડે હવાઈ હુમલા કર્યા હોવાનો સીરિયાનો આરોપ

(એજન્સી) સીરિયા,તા.૯
ઈઝરાયેલ દ્વારા સીરિયાના સરહદી વિસ્તારમાં મંગળવારે ઘાતક મિસાઈલો વડે હવાઈ હુમલો કરવાનો સીરિયાએ આરોપ મુકયો હતો ઈઝરાયેલના મિસાઈલ હવાઈ હુમલાના વળતા પ્રહારમાં સીરિયાએ તેના એક વિમાન પર હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ, સીરિયાની સેનાએ જણાવ્યું કે ઈઝરાયેલી જેટ દ્વારા લેબેનોનના એર સ્પેસ પાસેથી દમાસ્કના અલ-કવતાઈફામાં પ્રથમ હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ ઈઝરાયેલ દ્વારા કરાયેલ બીજા મિસાઈલ હુમલામાં સીરિયાની વાયુસેનાના એક જહાજને નુકસાન પહોંચ્યું છે. જયારે બાકીના મિસાઈલ સીરિયાઈ સૈન્ય વિસ્તારમાં પડયા હતા. સીરિયાઈ સેના મુજબ, ઈઝરાયેલે કબજા હેઠળના ગોલાન હાઈટસ પાસેથી જમીનથી જમીન પર મારનારા હુમલા કરતી મિસાઈલો છોડવામાં આવી હતી. પરંતુ સીરિયાઈ સુરક્ષા વિભાગે આ મિસાઈલોને નિષ્ફળ બનાવી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલી જેટ દ્વારા પોતાની સીમા પર બનેલા અંતિમ બેરેજ પરથી ૪ મિસાઈલ છોડયા હતા જેમાંથી એક મિસાઈલને સિરીયન સેનાએ નષ્ટ કરી હતી. પરંતુ બાકીની અન્ય મિસાઈલોને નુકસાન પહોંચાડયું હતું જો કે ઈઝરાયેલી સૈન્ય પ્રવકતાએ સીરિયન સેનાના આ દાવાનો ઈન્કાર કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks