ઇઝરાયેલે ૭૦થી વધુ શિક્ષકો અને કર્મચારીઓને પરમિટ આપવાનો ઇન્કાર કરતાં જેરૂસલેમની બધી ખ્રિસ્તી શાળાઓએ વર્ગો સ્થગિત કર્યા

 

(એજન્સી) તા.૧
એનાદોલુ એજન્સીના અહેવાલ મુજબ જેરૂસલેમની બધી ખ્રિસ્તી શાળાઓએ સોમવારે સાંજે જાહેરાત કરી હતી કે, તેઓ મંગળવારથી વર્ગો સ્થગિત કરશે કારણ કે, ઇઝરાયેલે ૭૦થી વધુ શિક્ષકો અને કર્મચારીઓ માટે પ્રવેશ પરમિટ રિન્યુ કરવામાં નિષ્ફળ ગયા હતા, જેના કારણે તેઓ તેમની શાળાઓમાં પહોંચી શકતા ન હતા.
ઇઝરાયેલ અને જેરૂસલેમમાં નવું શૈક્ષણિક વર્ષ મંગળવારથી શરૂ થવાનું છે.એક નિવેદનમાં જેરૂસલેમની ખ્રિસ્તી શાળાઓએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ૨૦૨૬-૨૦૨૭ શૈક્ષણિક વર્ષ માટે ખુલવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેઓ ‘અમારા શૈક્ષણિક, વહીવટી અને સહાયક સ્ટાફના ૭૦થી વધુ શિક્ષકો અને કર્મચારીઓ માટે પ્રવેશ પરમિટ રિન્યૂ કરવામાં નિષ્ફળતા, અચાનક અને પૂર્વ ચેતવણી વિના’ આશ્ચર્યચકિત થયા હતા.તેઓએ કહ્યું કે, પરમિટ રિન્યૂ કરવામાં નિષ્ફળતા શિક્ષકો અને કર્મચારીઓને તેમની શાળાઓમાં પહોંચતા અટકાવી હતી અને શૈક્ષણિક વર્ષની શરૂઆત માટેની તૈયારીઓને સીધી અસર કરી હતી.આટલી મોટી સંખ્યામાં સ્ટાફની ગેરહાજરી શૈક્ષણિક, વહીવટી અને આરોગ્ય સેવાઓ તેમજ સફાઈ અને સુરક્ષા અને સલામતીના પગલાં સહિત શાળા કામગીરીના વિવિધ પાસાઓને અસર કરે છે, એમ નિવેદનમાં જણાવાયું છે.શાળાઓએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષની ‘સુરક્ષિત અને સ્થિર શરૂઆત સુનિશ્ચિત કરવાનું અશક્ય બનાવે છે.’સંબંધિત પક્ષો, વાલીઓના પ્રતિનિધિઓ અને જેરૂસલેમ શાળાઓ સાથે પરામર્શ અને સંકલન બાદ, તેઓએ મંગળવાર, ૧ સપ્ટેમ્બરથી શરૂ થતાં વર્ગો સ્થગિત કરવાનો નિર્ણય લીધો.આ સસ્પેન્શન ‘જ્યાં સુધી શિક્ષકો અને કર્મચારીઓ માટે જરૂરી પરમિટ ફરીથી જારી અને નવીકરણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે, જેથી શૈક્ષણિક પ્રક્રિયા સુરક્ષિત અને યોગ્ય રીતે આગળ વધે,’ તેમણે ઉમેર્યું.શાળાઓએ વિદ્યાર્થીઓના શિક્ષણના અધિકાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો, ચેતવણી આપી કે આ પ્રકારના વારંવારના પગલાં ‘આપણી શાળાઓની સ્થિરતાને નબળી પાડે છે અને તેમના મિશનને પૂર્ણ કરવાની તેમની ક્ષમતાને અવરોધે છે,’ જ્યારે વિદ્યાર્થીઓ, તેમના પરિવારો અને શૈક્ષણિક કર્મચારીઓને નકારાત્મક અસર કરે છે. તેઓએ શક્ય તેટલી વહેલી તકે કટોકટીનો ઉકેલ લાવવા અને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને શાળાઓમાં પાછા ફરવા અને શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે આગળ વધવા માટે પરવાનગીઓ નવીકરણ કરવાની હાકલ કરી.અલગથી, પશ્ચિમ કાંઠાના બેથલેહેમ શહેરમાં ઇવેન્જેલિકલ લ્યુથરન ક્રિસમસ ચર્ચના પાદરી મુન્થર આઇઝેકે ઇઝરાયેલી પગલાંની નિંદા કરી.‘જેરૂસલેમમાં ખ્રિસ્તીઓની હાજરી પર ઇઝરાયેલનું દબાણ ચાલુ છે,’ આઇઝેકે યુએસ સોશિયલ મીડિયા કંપની ઠ પર જણાવ્યું.‘શહેરની ખ્રિસ્તી શાળાઓ હડતાળ પર છે કારણ કે, ઇઝરાયેલ તેમના પશ્ચિમ કાંઠાના શિક્ષકોને પરમિટ આપવાનો ઇન્કાર કરે છે,’ તેમણે ઉમેર્યું.ઓકટોબર ૨૦૨૩થી ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં નરસંહાર યુદ્ધની શરૂઆત સાથે, કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના પેલેસ્ટીની કામદારો, જેમાં શિક્ષકોનો પણ સમાવેશ થાય છે, માટે પ્રવેશ પરવાનગી પ્રતિબંધિત કરી દીધી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts