ઇઝરાયેલ દ્વારા ગાઝા પરના હુમલામાં બે લાખથી વધુ પેલેસ્ટીની નાગરિકોનાં મોત થયા છે અથવા તો ઘાયલ થયા છે પૂર્વ લશ્કરી વડાનો આઘાતજનક અને અત્યંત ધ્રૂજારીપૂર્ણ દાવો

ઇઝરાયેલના લશ્કરના પૂર્વ કમાન્ડર હરજી હાલેવીએ કબૂલ કર્યું છે કે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા નરસંહારમાં પેલેસ્ટીનના બે લાખથી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા છે અથવા તો ઘાયલ થયા છે, ઇઝરાયેલના આક્રમણ ઉપર કોઈપણ પ્રકારના નિયમન કે અંકુશની કોઈ કાનૂની સલાહ કદી આપવામાં આવી નથી

(એજન્સી) જેરૂસલેમ, તા.૧૪
ઇઝરાયેલના લશ્કરના પૂર્વ વડા કમાન્ડર હરજી હાલેવીએ એવી ચોંકાવી દેનારી કબુલાત કરી છે કે ગાઝા પર ઇઝરાયેલ દ્વારા આચરવામાં આવી રહેલા નરસાહારમાં બે લાખથી વધુ પેલેસ્ટીની નાગરિકોનાં મોત થયા છે અથવા તો ઘાયલ થયા છે. ઇઝરાયેલના લશ્કરને ૧૭ મહિના સુધી ગાઝામાં નેતૃત્વ આપ્યા પછી માર્ચ મહિનામાં હાલેવીએ લશ્કરના વડાપદેથી રાજીનામું આપી દીધું હતું.
દક્ષિણ ઇઝરાયેલની એક વસાહતમાં હાલેવીએ સ્થાપિત યહૂદીઓ સમક્ષ જણાવ્યું હતું કે ગાઝાની ૧૦%થી વધુ વસ્તી ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ પામી છે અથવા તો એટલા લોકો ઘાયલ થયા છે. લગભગ બે લાખથી વધુ લોકોનાં મોત થયા છે યા તો ઘાયલ થયા છે.
ઇઝરાયેલના પૂર્વ લશ્કરી વડાએ જે આંકડા આપ્યા છે તે ગાઝાના આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલા આંકડા સાથે મેળ ખાય છે. જોકે ઇઝરાયેલ હંમેશા ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓને નકારતું રહ્યું છે અને તેને માત્ર પ્રચાર ગણાવે છે. ગાઝાના જે સત્તાવાર આંકડા જાહેર થયા છે તે મુજબ તો અત્યાર સુધીમાં ૬૪ ૭ ૧૮ જેટલા પેલેસ્ટીની નાગરિકો મૃત્યુ પામ્યા છે અને ૧૬૩૮૫૯ જેટલા નાગરિકો ઘાયલ થયા છે. મરનારમાં મોટી સંખ્યા મહિલાઓ અને બાળકોની છે. હજુ કાટમાળ હેઠળ કેટલા લોકો દબાયેલા છે તેનો કોઈ ચોક્કસ આંકડો મળ્યો નથી.ઇઝરાયેલમાંથી લીક થયેલી ગુપ્તચર બાતમી દર્શાવે છે કે ગાઝા પર ઇઝરાયેલના ભયાનક આક્રમણથી મૃત્યુ પામનાર લોકો પૈકીના ૮૦% તો નાગરિકો છે. જોકે હાલ ઇઝરાયેલના આક્રમણ અને તેનાથી થયેલી જાનહાનિથી કોઈ અફસોસ નથી અને એ વ્યાપક પ્રમાણની લશ્કરી કાર્યવાહીનો બચાવ કરી રહ્યો છે.પૂર્વ લશ્કરી વડાએ એવો પણ વાહિયાત દાવો કર્યો હતો કે ઇઝરાયેલનું લશ્કર આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાની મર્યાદામાં રહીને ઓપરેશન કરી રહ્યું છે અને લશ્કર માટેના ચોક્કસ વકીલો લશ્કરની કાર્યવાહીના નિર્ણયો માટે માર્ગદર્શન આપે છે અને એ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જોકે અમારા ઉપર કદી કોઈ કાનૂની રીતે નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી કે એવી કોઈ સલાહ નિયંત્રિત કામગીરીની આપવામાં પણ આવી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks