અદાલતે ચુકાદામાં જણાવ્યું કે, ફરિયાદ પક્ષ પોક્સો મુજબ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૫
ઉત્તર પ્રદેશમાંથી આવીને ઈન્દોરમાં બંગડી વેચવાનો વ્યવસાય કરતા એક ધંધાર્થીને જાતીય અડપલાં તથા છેડતી અને બનાવટી દસ્તાવેજો રાખવાના આરોપમાંથી ઇન્દોરની સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. યુપીના હરદોઈના જિલ્લાના રહેવાસી તસ્લીમ અલીની ઓગસ્ટ ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી અને તેણે ૧૦૭ દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા.
સ્પેશિયલ જજ રશ્મી વોલ્ટરે અલીને નિર્દોષ છોડી મૂકતા ચુકાદામાં જણાવી દર્શાવ્યું હતું કે ફરિયાદ પક્ષ આઈપીસીની વિવિધ કલમો અને પોક્સો મુજબ પુરાવા લાવવામાં અને કેસ સાબિત કરવા માંડીશ પણ રહ્યો છે એવું એક અખબારી અહેવાલ જણાવે છે. તસ્લીમ અલી ઈન્દોરમાં એક લતામાં બંગડીઓ વેચી રહ્યો હતો ત્યારે ત્યાં ભેગા થયેલા લોકોના એક ટોળાંએ તેને સખત માર માર્યો હતો અને તેનું નામ જાણ્યા પછી તેને કોમી રીતે પણ અડધુત કરતા શબ્દો બોલ્યા હતા અને ફરીવાર હિન્દુ વિસ્તારમાં નહીં આવવાની ચેતવણી આપી હતી અને હિન્દુ મહિલાઓની પજવણી કરતો હોવાનો આરોપ પણ આ ટોળાએ મૂક્યો હતો. બીજા દિવસે તસલીમે બાણગંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે પાંચથી છ લોકોએ મને માર માર્યો હતો અને મારી પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ તથા મોબાઈલ ફોન અને મારા આધાર કાર્ડ સહિતના મારા તમામ દસ્તાવેજો લુટીને લઈ ગયા હતા પરંતુ ત્યારબાદ એક ૧૩ વર્ષની બાળાની છેડતી કરવાના આરોપસર અચાનક તેની ધરપકડ કરવામાં આવી હતી અને આઇપીસીની કલમો તથા પોક્સો મુજબ તેની સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. જોકે કિસ ચાલ્યો ત્યારે એ સગીરા તથા અન્ય ચાવીરૂપ સાક્ષીઓ તમને જુબાનીમાં ફરી ગયા હતા અને હોસ્ટાઇલ જાહેર થયા હતા જેના કારણે ફરિયાદ પક્ષનો અભ્યાસ નબળો પડી ગયો હતો. તેની પાસેનો આધાર કાર્ડ પણ સાચું હોવાનું માલુમ પડ્યું હતું. નિર્દોષ છૂટી ગયા બાદ મિશ્ર લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હું ખુશ પણ છું અને દુઃખી એટલા માટે શું કે મારા ધર્મને અને મારા નામની લઈને મને માર મારવામાં આવ્યો અને મને ખોટા કેસમાં ફસાવી દેવાયો હતો. જેલના અનુભવ વિશે તેને કહ્યું કે જેલર અને અન્ય પોલીસ હોય મારી સાથે સારો વર્તાવ કર્યો હતો અને મને હેરાન કર્યો નહોતો. મને બંધારણ અને ન્યાયતંત્રમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. મારી સામે ખોટો કેસ કરનારા લોકોએ પણ મારી માફી માંગી છે એટલે હું આ બાબત પણ હવે કોઈની સામે કશું કરવા માંગતો નથી. છ બાળકોનો પિતા તસલીમ અલી હજી ઈન્દોરમાં બંગડીઓ વેચી રહ્યો છે અને ઘરે ઘરે જઈને બહેનોની મનપસંદ બંગડીઓ વેચે છે અને રોજી રોટી કમાઈ રહ્યો છે અને પોતાનું જીવન ફરીથી વ્યવસ્થિત કરવાનો સંઘર્ષ કરી રહ્યો છે.