(એજન્સી) તા.રપ
ઇરાનના પશ્ચિમી પ્રાંત લોરેસ્તાનમાં ૪.૩ તીવ્રતાના ભૂકંપે ફરી લોકોને ભયભીત કરી નાખ્યા છે. આ વખતે લગભગ ૩૬ લોકો ઘવાયાની માહિતી મળી છે. ઇરાનના એક સરકારી ટીવીએ આપેલી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિલોમીટર ઊંડે જણાવાયું છે. લોરેસ્તાન પ્રાંતની એનડીઆરએફ ટીમના એક અધિકારી રેજા અરયાયીએ જણાવ્યું કે જો કે ભયના માર્યા ઉતાવળે લોકોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો અને ઘરથી બહાર આવતી વખતે આટલા લોકો ઘવાયા હતા. તેમણે કહ્યું કે મોટાભાગના ઘાયલોને સારવાર બાદ તેમના ઘરે જવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે હજુ બે લોકો હોસ્પિટલમાં જ છે. નોંધનીય છે કે ચાલુ મહિને ઇરાન-ઇરાક સરહદે આવેલા વિસ્તારોમાં ૭.૩ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. આ દરમિયાન પ૩૦ લોકો મોતના મુખમાં જતા રહ્યા હતા. જ્યારે ૯૦૦૦થી વધુ લોકો ઘવાયા હોવાની માહિતી મળી હતી. અમેરિકી ભૂકંપ સર્વેક્ષણ અનુસાર ત્યારે ઇરાકના પૂર્વ શહેર હલબજાના ૩૧ કિ.મી બહાર ર૩.ર કિ.મીની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર જાહેર કરાયું હતું. ભૂકંપને કારણે દુબઇની ગગનચુંબી ઇમારતો પણ હચમચી ગઇ હતી. તમને જણાવી દઈએ કે અગાઉ પાંચ વર્ષ પહેલા પણ ઇરાન-ઇરાકમાં બે ભયાવહ ભૂકંપો આવ્યા હતા તેમાં લગભગ ૧પ૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓગસ્ટ ર૦૧રમાં પણ ઇરાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં બે જોરદાર ભૂકંપમાં લગભગ ૩પ૦ લોકોનાં મોત થયા હતા જો કે ૧૩૦૦થી વધુ લોકો ઘવાયા હતા.