ઈઝરાયેલે છાનામાના રફાહને બરબાદ કરવાનું શરૂ કર્યું જેથી આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાથી બચી શકે

ઈઝરાયલે અલ શીફા હોસ્પિટલ પર હુમલો
કરી ડઝનેક પેલેસ્ટીનીઓના જીવ લીધા

(એજન્સી) તા.૨૦
છેલ્લે ૭ ઓક્ટોબર ૨૦૨૩થી હમાસ સંગઠન દ્વારા ઈઝરાયેલ પર જોરદાર હુમલો કરાયા બાદથી ઈઝરાયેલ ગાઝામાં તેની ક્રૂરતા બતાવી રહ્યો છે. આ દરમિયાન ગાઝામાં તે અવાર-નવાર હોસ્પિટલોને પણ નિશાન બનાવી રહ્યો છે. એક પછી એક શહેરોને નિશાન બનાવીને હવાઈ હુમલા કરી તે નિર્દોષ પેલેસ્ટીનીઓ અને ગાઝાવાસીઓના જીવ લઈ રહ્યો છે. તાજેતરના અહેવાલ અનુસાર ગાઝા સિટીમાં રફાહમાં તેણે સૈન્ય કાર્યવાહી આગળ વધારી હતી. અહીં તેણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભયાનક રીતે સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. અહીં હમાસના લડાકૂઓ અને ઈઝરાયેલી સેના વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. આ દરમિયાન અલ શિફા હોસ્પિટલને નીશાન બનાવતા ઈઝરાયેલી સૈન્યએ કાર્યવાહી કરી હતી. જેમાં બોમ્બમારો પણ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલના હુમલામાં અનેક રહેણાંક ઈમારતો ધરાશાયી થઇ ગઇ હતી. અત્યાર સુધીમાં ૧૫ જેટલાં મકાનો અને ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઇ ગઈ છે. ગાઝા સિટીમાં એક જ પરિવારના ૧૫ લોકોને નિશાન બનાવાયા હતા અને તેઓ મૃત્યુ પામી ગયા હતા. ગાઝામાં તેણે કોઈપણ પ્રકારની વોર્નિંગ વિના જ અનેક ઈમારતો પર પવિત્ર રમઝાન માસ દરમિયાન આવા હુમલા કરીને અનેક ઈમારતોને કાટમાળમાં ફેરવી નાખી હતી. જેની ચોતરફી ટીકા થઇ હતી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલી સૈન્ય તેની સરકારના ઈશારે કાર્યવાહી કરી રહી છે અને તેઓ આંતરરાષ્ટ્રીય સતરે ટીકાથી બચવા માટે છાનામાના રફાહને બરબાદ કરી નાખવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. ઈઝરાયેલના ઈરાદા આખી દુનિયા સામે ઉઘાડા પડી ગયા છે. તે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાથી બચવા માટે આવું કરી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks