ઉત્તરપ્રદેશમાં ‘કલાવા’ દોરાનો ઉપયોગ કરવા બદલમુસ્લિમ માંસાહારી દુકાન માલિકને ગૌરક્ષકોની ધમકી

દુકાન ફરીથી ખોલવા નહીં દઈએ, બની બેઠેલા ગૌ રક્ષકોએ દુકાનદારને ચેતવણી આપી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં એક મુસ્લિમ દુકાનદારને જાતે બની બેઠેલા ગૌ રક્ષક રાજા રાવત અને તેના સહયોગીઓ દ્વારા હેરાન કરવામાં આવ્યો હતો. જૂથોએ દુકાનદારને ધમકી પણ આપી હતી કે તેને દુકાન ફરીથી ખોલવા નહીં દે. આ ઘટના પીજીઆઈ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની હતી, જ્યાં ટ્રેડ્‌સ મોલમાં આરીફ મુરાદાબાદી દ્વારા સંચાલિત દુકાનને જૂથ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. દુકાનદારના જણાવ્યા મુજબ, જૂથે રોટલી પર તેલ લગાવવા માટે વપરાતા લાકડીની આસપાસ બાંધેલા દોરા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે આ દોરા એક કલાવા, એક પવિત્ર હિન્દુ દોરો છે અને માંસાહારી રેસ્ટોરન્ટમાં તેના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા હતા. “દોરા” સામે ઉઠાવીને આ જૂથે દુકાનદારને ધમકી આપી અને આઉટલેટ બંધ કરવાની માંગ કરી. સોશિયલ મીડિયા પર આ અથડામણના વીડિયો વાયરલ થયા છે, જેમાં રાજા રાવત અને તેના સાથીઓ દુકાનની અંદર દેખાય છે. એક ક્લિપમાં, જૂથના છથી સાત સભ્યો મુસ્લિમ દુકાનદારને વારંવાર હેરાન કરતા જોઈ શકાય છે, જ્યારે તેમને ધમકી આપી રહ્યા છે કે તેઓ દુકાન ફરીથી ખોલવા દેશે નહીં. આ ઘટનાએ ઓનલાઈન વ્યાપક પ્રતિક્રિયાઓ ઉભી કરી છે, જેમાં ઘણા લોકોએ ધર્મના નામે ખાદ્ય વ્યવસાયોને નિશાન બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશ્ન કર્યો છે કે મુસ્લિમોની માલિકીની ખાણીપીણીની દુકાનો સ્વ-ઘોષિત રક્ષક જૂથો દ્વારા કેમ વધુને વધુ ધાકધમકી અને દબાણનો સામનો કરી રહી છે. ? એક યુઝરે ઠ પર લખ્યું, “તેઓ તેને ફક્ત એટલા માટે ધમકી આપી રહ્યા છે કારણ કે તે મુસ્લિમ છે અને તે ચિકન બિરયાની વેચી રહ્યો છે. આ એક વ્યવસાય અને મુસ્લિમ માણસની કમાણી કરવાની રીતને બંધ કરવાનો પ્રયાસ છે, બીજું કંઈ નહીં.” જૂથ સામે કાર્યવાહીની માંગ કરતી વખતે, બીજા યુઝરે લખ્યું, “કાનૂની વ્યવસ્થા આ ગુનેગારોને ધર્મના નામે ખુલ્લેઆમ હિંસા અને ધાકધમકી આપવા માટે કેમ છૂટ આપે છે? શું તેઓ કાયદાથી ઉપર છે ?” આ લખાયો ત્યારે, ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું ન હતું અને તપાસ શરૂ કરવામાં આવી છે કે કેમ તે અંગે કોઈ માહિતી નહોતી. આ બાબતે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks