ઉત્તર પ્રદેશમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનો ઇન્કાર કરવા બદલ બે મુસ્લિમ યુવાનો પર ક્રૂર રીતે હુમલો કરવામાં આવ્યો

(એજન્સી) તા.૧૨
ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના લંબુઆ વિસ્તારમાં હિન્દુ જમણેરી ટોળા દ્વારા બે મુસ્લિમ યુવાનોને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, કારણ કે, તેઓએ “જય શ્રી રામ”ના નારા લગાવવાનો ઇન્કાર કર્યો હતો.આ અઠવાડિયાની શરૂઆતમાં થયેલો હુમલો વીડિયોમાં કેદ થયો હતો અને ત્યારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. ઘટનાના ફૂટેજમાં હુમલાખોરો મોટરસાઇકલ પર બેઠેલા બે યુવાનોને લાતો અને થપ્પડ મારતા દેખાય છે. ત્યારબાદ હુમલાખોરો તેમને બાઇક પરથી ખેંચી ગયા. વીડિયોમાં, ટોળા પીડિતોનો સામનો આ પ્રશ્ન સાથે કરી રહ્યા છે : “ભારત મે હોકર જય શ્રી રામ નહીં બોલોગે ?” (તમે ભારતમાં રહો છો અને તમે જય શ્રી રામ નહીં બોલો. ?) ગુનેગારોએ પીડિતોના ફોન પણ માંગ્યા હતા અને તેમની મોટરસાઇકલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિક પોલીસે વાયરલ વીડિયોની સ્વતઃ નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. લંબુઆ વિસ્તાર અધિકારીએ પુષ્ટિ આપી છે કે, બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમને ધરપકડ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે. “તેમની ધરપકડ બાદ, આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે,” તેમણે જણાવ્યું. અત્યાર સુધી, કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks