શારજાહ,તા.ર
બેટસમેનોના દમદાર પ્રદર્શનથી ભારતીય ટીમે અન્ડર-૧૯ એશિયાકપમાં જાપાનને ર૧૧ રને કચડી પોતાની પ્રથમ જીત પ્રાપ્ત કરી છે. શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટોસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ કપ્તાન મોહંમદ અમીનની શતકીય ઈનિંગની મદદથી નિર્ધારીત પ૦ ઓવરમાં ૬ વિકેટે ૩૩૯ રન બનાવ્યા હતા. તેના જવાબમાં જાપાનની ટીમ પૂરી પ૦ ઓવર રમી ૮ વિકેટે ૧ર૮ રન જ બનાવી શકી મોહંમદ અમીને ટીમ ઈન્ડિયા માટે ઈનિંગમાં ૧૧૮ બોલમાં ૧૧ર રનની અણનમ ઈનિંગ રમી મોહંમદ અમીન ઉપરાંત આયુષ મહાત્રે અને કે.પી. કાર્તિકેયે પણ ટીમ ઇન્ડિયા માટે અર્ધશતકીય ઈનિંગ રમી જાપાન તરફથી બોલીંગમાં કિફર લેક અને કેમીએ બે-બે વિકેટ ઝડપી હતી.