‘ઔરંગઝેબ જુલમી નહોતા, તેમણે અખંડ ભારત બનાવ્યું’ : કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદ

(એજન્સી)                              તા.૫
સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અબુ આઝમી દ્વારા મુઘલ શાસક ઔરંગઝેબ અંગે આપવામાં આવેલા નિવેદન પર હોબાળો અટકવાનું નામ લેતો નથી. આ નિવેદનથી વિવાદ ઉભો થયા બાદ, અબુ આઝમીએ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસના મુસ્લિમ સાંસદ ઇમરાન મસૂદે પણ આવું જ નિવેદન આપ્યું છે, જે વિવાદને વધુ વધારી શકે છે. સહારનપુરના કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું છે કે ઔરંગઝેબ ભારતના રાજા હતા અને તેઓ જુલમી શાસક નહોતા. ઈમરાન મસૂદે ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, ‘ઈતિહાસમાં લખેલી બાબતો ભૂંસી શકાતી નથી, ફિલ્મ દ્વારા ઈતિહાસને વિકૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવું ન થવું જોઈએ.’ ઈમરાન મસૂદે કહ્યું કે ઔરંગઝેબ ૪૯ વર્ષ સુધી ભારતના રાજા રહ્યા, તેમને જુલમી કેવી રીતે કહી શકાય. તેમણે કહ્યું કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન જીડીપી ખૂબ ઊંચો હતો. ઇમરાન મસૂદે કહ્યું કે શું એ વાતનો ઇનકાર કરી શકાય છે કે ઔરંગઝેબ ભારતના રાજા હતા. તેમણે કહ્યું, ‘જે અવિભાજિત ભારતની વાત કરવામાં આવે છે, તે અવિભાજિત ભારત ફક્ત ઔરંગઝેબના સમયમાં જ અસ્તિત્વમાં હતું.’ ચીન અને અફઘાનિસ્તાનથી લઈને બર્મા સુધી, ઔરંગઝેબના સમયમાં ભારતનું અસ્તિત્વ હતું. કોંગ્રેસના સાંસદે કહ્યું કે તેઓ કોઈની પ્રશંસા કે ટીકા નથી કરી રહ્યા પરંતુ તેઓ ચોક્કસપણે કહેવા માંગતા હતા કે અધૂરૂં જ્ઞાન શેર ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે હંમેશા નફરતની વાત કરવામાં આવે છે, આ નફરત દેશને ક્યાં લઈ જશે. આ નિવેદન પર થયેલા વિવાદ બાદ, અબુ આઝમીએ મંગળવારે સ્પષ્ટતા જારી કરી અને કહ્યું કે તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. આઝમીએ ઠ પર એક વીડિયો રિલીઝ કર્યો અને કહ્યું, ‘મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. ઔરંગઝેબ રહેમતુલ્લાહ અલેહ વિશે, મેં એ જ વાત કહી છે જે ઇતિહાસકારો અને લેખકોએ કહી છે. મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે અન્ય કોઈ મહાપુરૂષો વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી, પરંતુ તેમ છતાં જો કોઈને મારા શબ્દોથી દુઃખ થયું હોય તો હું મારા શબ્દો, મારૂં નિવેદન પાછું લઉં છું.
 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks