
(એજન્સી) ગાઝા, તા.૨૬
છ મહિના પહેલાં યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત શહેરમાં પાછાં ફરેલા સેવ ધ ચિલ્ડ્રન કામદારોના જણાવ્યા અનુસાર, ગાઝાના બીજા સૌથી મોટા શહેર ખાન યુનિસમાં બાળકો નાશ પામેલી શેરીઓમાં કાટમાળ વચ્ચે જીવી રહ્યા છે, ૭ ઑક્ટોબર પહેલાં, ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં આવેલા શહેરમાં આશરે ૨,૦૦,૦૦૦થી વધુ લોકોની વસ્તી હતી જેમાં ૧,૦૦,૦૦૦ બાળકો પણ સામેલ હતા. ચેરિટીએ જણાવ્યું હતું કે, હવે ખાન યુનિસ એક ભૂતિયું નગર છે. લોકો તેમની મિલકતોના અવશેષોનું રક્ષણ કરવા અથવા સામાન પરત લેવા માટે ઓછી સંખ્યામાં પરત ફરે છે, જ્યારે એકલાં બાળકો પાણી અને અન્ય પુરવઠાની શોધમાં શેરીઓમાં ભટકતા હોય છે. મીડિયાએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે, સેટેલાઇટ ચિત્રો ખાન યુનિસની પશ્ચિમમાં એક સાઇટ પર તંબુઓની હરોળ દર્શાવે છે. શહેરની મુલાકાત લીધા પછી, સેવ ધ ચિલ્ડ્રનનાં પ્રવક્તા સચા માયર્સે કહ્યું, માનવ જીવન પ્રત્યેની આ સંપૂર્ણ અવગણના, સંપૂર્ણ ક્રૂરતા જોઈ હું ખરેખર શારીરિક રીતે બીમાર અનુભવું છું. મેં ઘણાં યુદ્ધ સ્થળો અને આફતો જોઈ પરંતુ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં દરેક ઇમારત કાટમાળ લમાં ફેરવાઈ ગઈ હોય એવી પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી. ગાઝામાં ઇઝરાયેલના ચાલુ બોમ્બમારો અભિયાનથી ૧૭,૦૦૦થી વધુ અનાથ થયા છે જેમાંથી ઘણાનાં પરિવારો બચ્યા નથી માયર્સે કહ્યું, હું એટલા બાળકોની સંખ્યાથી આશ્ચર્યચકિત થઈ છું. તમે ખાલી લાગતી ગલીમાંથી પસાર થઈ રહ્યા હોવ અને પછી અચાનક તમે બાળકોને કાટમાળમાંથી બહાર નીકળતા જુઓ. આટલા બધા બાળકોને એકલા જોવું ભયાવહ હતું, તે જાણ્યા બાદ કે ધ્વસ્ત અને અર્ધ-ભાંગી પડેલી ઇમારતોમાં રહેવું કેટલું જોખમી છે.