મિલકતો ઇઝરાયેલે વેસ્ટ બેંકમાં ૯૫૦૦થી વધુ તોડી પાડવાની અને બાંધકામ અટકાવવાની નોટિસ જારી કરી

 

(એજન્સી) તા.૧
એનાદોલુના અહેવાલ મુજબ પેલેસ્ટીની સરકારી પંચે શનિવારે જણાવ્યું હતું કે, ૨૦૧૫ની શરૂઆતથી અત્યાર સુધીમાં ઇઝરાયેલી સત્તાવાળાઓએ કબજા હેઠળના વેસ્ટ બેંકમાં પેલેસ્ટીનીઓના બાંધકામોને તોડી પાડવા અથવા ત્યાં કામ અટકાવી દેવા માટે ૯૫૧૮ નોટિસ જારી કરી છે. ‘વોલ એન્ડ સેટલમેન્ટ રેઝિસ્ટન્સ કમિશન’એ જણાવ્યું હતું કે, આ નોટિસોને કારણે બાંધકામ અટકી ગયા છે અને મિલકતો જોખમમાં મૂકાઈ ગઈ છે. આનાથી પરિવારોનું જીવન ખોરવાઈ ગયું છે અને સમુદાયોની ઘર બાંધવાની, સેવાઓનો વિસ્તાર કરવાની તથા આજીવિકા ટકાવી રાખવાની ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે. એનાદોલુને પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ, ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાન ૯૧૭૪ નોટિસ અને ૨૦૨૬ના પ્રથમ નવ મહિનામાં વધુ ૩૪૪ નોટિસ આપવામાં આવી હતી. પંચે ચેતવણી આપી હતી કે, તેમના આંકડાઓમાં ઇઝરાયેલી સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલી તમામ નોટિસોનો સમાવેશ થતો હોય તે જરૂરી નથી. આ આંકડા પંચ અને તેના સહયોગી કાનૂની સંગઠનો – જેમાં ‘જેરૂસલેમ લીગલ એઇડ એન્ડ હ્યુમન રાઇટ્‌સ સેન્ટર’ અને ‘સોસાયટી ઓફ સેન્ટ આઇવ્સ’નો સમાવેશ થાય છે – દ્વારા નોંધવામાં આવેલા કેસો પર આધારિત છે. સૌથી વધુ નોટિસો હેબ્રોનમાં (૨૬૯૭) આપવામાં આવી છે, ત્યારબાદ બેથલેહેમમાં ૧૩૧૦, રામલ્લાહ અને અલ-બીરેહમાં ૧૧૧૮ અને જેરૂસલેમમાં ૯૨૯ નોટિસો આપવામાં આવી છે. ૨૦૧૫માં આ સંખ્યા ૭૦૧ હતી, જે વધીને ૨૦૨૩માં ૧૩૩૩ના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના ‘ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ’ના ડેટા દર્શાવે છે કે, આ જ સમયગાળા દરમિયાન લગભગ ૧૨,૦૦૦ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં દાતાઓ દ્વારા ભંડોળ પૂરૂં પાડવામાં આવેલા ૧૬૯૮ બાંધકામોનો પણ સમાવેશ થાય છે.ર્ OCHAઅનુસાર આ તોડફોડની કાર્યવાહીને કારણે ૧૮,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓ વિસ્થાપિત થયા છે અને લગભગ ૮,૪૩,૦૦૦ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય એવા તોડી પાડવાના પગલાંની નોંધ રાખે છે જે ઇઝરાયેલી સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ બાંધકામ પરવાનગીઓના અભાવ જેવા કારણોસર, શિક્ષાત્મક પગલાં તરીકે અથવા લશ્કરી કાર્યવાહી દરમિયાન હાથ ધરવામાં આવ્યા હોય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks