(એજન્સી) તા.૮
કુવૈતના નવા અમીર શેખ નવાફ અલ-એહમદ, અલ-સબાહે રવિવારે અમેરિકા અને ઈરાનના વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત લીધી. જેમણે અખાત અરબ રાજયના ભૂતપૂર્વ શાસકના મૃત્યુ પર અલગથી માન આપ્યું હતું. શેખ નવાફે તેમના ભાઈ શેખ સલાહ અલ-અહેમદની ગયા મંગળવારે મૃત્યુ થયા પછી સત્તા ધારણ કરી હતી. દિવંગત અમીરે મોટા પાડોશી સઉદી અરેબિયા અને ઈરાન સાથેના તેના દેશના સંબંધોને સંતુલિત કર્યા હતા અને અમેરિકા સાથે મજબૂત સંબંધો બનાવી રાખ્યા હતા. જેણે એ ગઠબંધનનું નેતૃત્વ કર્યું હતું. જેણે ઈરાકના કુવૈત પર ૧૯૯૦-૯૧ના કબજાનો અંત લાવી દીધો હતો. અમેરિકાના સંરક્ષણ સચિવ માર્ક એસ્વરે તેમની ટવીટમાં ટિપ્પણી કરી કે તેઓ મહાન વ્યકિત તરીકે યાદ કરવામાં આવશે અને અમેરિકાના ખાસ મિત્ર તરીકે પણ કુવૈત રાજયની સમાચાર એજન્સીએ કહ્યું કે શેખ નવાફે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવાદ ઝરાફનું સ્વાગત કર્યું હતું. જેમણે દિવંગત અમીરની મધ્યસ્થતા અને સંતુલનને ઉત્તેજના આપવા માટે પ્રશંસા કરી હતી. શેખ નવાફ (૮૩) પાસેથી અપેક્ષા છે કે તે ઓપેક સભ્ય રાજયોની તેલ અને વિદેશ નીતિને ટેકો આપશે જે પ્રાદેશિક રૂપે બગડેલા રાજકીય સંબંધોમાં સુધારા લાવવાને પ્રોત્સાહન આપશે. શત્રુઓ રિયાધ અને તહેરાન વચ્ચેના તણાવ દરમ્યાન ક્રુડના નીચા ભાવો અને કોવિડ-૧૯એ રાજયની નાણાકીય સ્થિતિને અસર પહોંચાડી છે. આવા સમયે રાજયના કાર્યોને માર્ગદર્શન આપવા માટે તેમના દ્વારા ક્રાઉન પ્રિન્સનું નામ આપવાનું હજી બાકી રખાયું છે. આ પદ પરના ઉમેદવારોમાં પૂર્વ સંરક્ષણ પ્રધાન શેખ નાસેર, પૂર્વ પ્રમુખ શેખ નાસેર અલ મોહમ્મદ અને રાષ્ટ્રીય રક્ષક દળના ઉપપ્રમુખ શેખ મિશાલ અલ-અહેમદ અલ-ઝાબીરના નામો યાદીમાં છે. એક અન્ય દાવેદાર શેખ મોહમ્મદ સબાહ અલ-સાલેમ છે, જે પૂર્વ વિદેશ મંત્રી હતા અને એક માત્ર ઉમેદવાર જેના વિશે ચર્ચા થઈ રહી છે કે, તેઓ ઓછા શકિતશાળી સાલેમ પરિવાર શાખામાંથી છે. કુવૈતના સ્ત્રોતો કહે છે કે મિશાલ, જે તે બધા વચ્ચે સૌથી મોટો છે તેના વિશે પદ મેળવવાની વધારે સંભાવના છે. સઉદી અરેબિયાના વાસ્તવિક શાસક ક્રાઉન પ્રિન્સ મો.બિન સલમાને શનિવારે શેખ મિશાલને બોલાવીને શોક વ્યકત કર્યો હતો.