(એજન્સી) તા.૩૦
કોઈપણ કોચિંગ ક્લાસમાં કે સેન્ટરમાં ગયા વિના માત્ર જાત મહેનત કરીને અને સ્વ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને માત્ર ૨૨ વર્ષની ઉંમરે યુપીએસસીમાં ટોચનું સ્થાન મેળવનાર અનન્યાસિંગ એવી અનેક બાળાઓ માટે પ્રેરણા રૂપ બની છે જેમને કોચિંગની સગવડ પડતી નથી અથવા તો એમના પરિવારો એમને કોચિંગ માટે મોટા મોટા ક્લાસ કે સેન્ટરમાં મોકલી શકતા નથી. એમના માટે અનન્યા સિંઘની સ્વ અધ્યયનની વિલક્ષણ અભ્યાસ પદ્ધતિની ફોર્મ્યુલા ખૂબ જ કામ લાગી શકે તેમ છે અને પ્રેરણા બની શકે તેમ છે. યુપીએસસી ની પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ અને કઠિન પરીક્ષાઓ પૈકીની એક ગણાય છે અને તેમાં સફળતા મેળવવા માટે વર્ષોની તૈયારી જરૂરી હોય છે અને ખાસ કરીને કોચિંગ ક્લાસમાં જવાનું તો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે પરંતુ આ તમામ માન્યતાઓનો છેદ યુપીની આ દીકરીએ ઉડાવી દીધો છે. તેમણે એ તમામ વિષયો જે જાણવા જરૂરી છે તેનો જાતે જ અભ્યાસ કર્યો અને લોખંડી સંકલ્પ સાથે ૨૨ વર્ષની ઉંમરે જ આઈએએસ અધિકારી બનવાનું સપનું પૂરું કર્યું અને એક પણ કોચિંગ ક્લાસમાં હાજરી આપી નથી અને આ રીતે આ દીકરીએ કોચિંગ માફિયાઓને એક જોરદાર લપડાક લગાવી છે. અભ્યાસ કરવાની એક વિશિષ્ટ વ્યૂહરચના તેમણે બનાવી હતી અને એ માટેનો સમય કોષ્ટક પણ તૈયાર કરીને અભ્યાસ શરૂ કરી દીધો હતો અને તેનું પરિણામ એ આવ્યું કે યુપીએસસીમાં ૫૧મી રેન્ક પ્રાપ્ત થઈ હતી. બાળપણથી જ એ શિક્ષણમાં તેજસ્વી રહી હોવાનું તેના પરિવારજનો કહે છે. પ્રયાગરાજની રહેવાસી અનન્યા પહેલેથી જ એટલે કે શાળા સ્તરેથી જ તેજસ્વી વિદ્યાર્થીની ગણાતી અને તેનો રેકોર્ડ પણ એ વસ્તુની સાક્ષી પુરે છે કેમ કે દસમા ધોરણમાં તેને ૯૬ ટકા, બારમા ધોરણમાં ૯૮.૨૫% ગુણ પ્રાપ્ત થયા હતા અને દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી તેમણે સ્નાતકની પદવી મેળવી હતી. કોચિંગ વગર સફળતાનું રહસ્ય શું, તો જાણીએ એમની ફોર્મ્યુલા..
અભ્યાસની એક મજબૂત ત્રણ નીતિ બનાવી અને ટાઈમ ટેબલ; દરરોજ અન્ય ૮થી ૧૦ કલાક અભ્યાસ કરતી હતી. વર્તમાન ઘટનાઓ અને તેના પર નિબંધઃ દેશ વિદેશમાં દરરોજ બનતી ઘટનાઓ અને ખાસ અખબારી અહેવાલ ઉપર તેની નજર રહેતીના આધારે એ દરરોજ નિબંધ લખતી ઓનલાઇન શિક્ષણ એપનો ઉપયોગ; તેમણે કોચિંગ ક્લાસ કે કેન્દ્રમાં જવાને બદલે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા ન જેટલા પણ ઉપાયો હતા તેનો ઉપયોગ કર્યો.ઓનલાઇન શિક્ષણ માટે youtube લેકચર, ઓનલાઇન નોટસ બનાવી અને સરકારી વેબસાઈટ નો પણ ઉપયોગ કર્યોજાતે વિશ્લેષણ અને પોતે જ પોતાની પરીક્ષા લેવાની પદ્ધતિ; જાતે જ અનન્યાયે તમામ વિષયોના પેપર બનાવી અને પોતે જ પોતાની પરીક્ષા લીધી અને જે કોઈ ઉત્તર એટલે કે જવાબો લખતી તેનું એ પોતે જ વિશ્લેષણ કરતી રહેતી હતી જેના કારણે તેને દરેક વિષયને સમજવાની મદદ મળતી હતી અને એ દરેક વિષયમાં માત્ર વાંચનને બદલે ઊંડું અને ગહન મંથન પણ કરતી હતી અને વિષયની પૂરેપૂરી સમજ પ્રાપ્ત કરતી હતી. પોતાની સાદગી અને ફેશનમાં સ્ટાઇલિશ હોવાને કારણેinstagram ઉપર પણ એમના ફોલોવર્સની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને એમની અભ્યાસની પદ્ધતિ અને વિશિષ્ટ ફોર્મ્યુલા ગણિત દીકરીઓને પ્રેરણા આપી રહી છે અને માર્ગદર્શન રૂપ બની છે. તેમની સફળતા કહે છે કે કોચિંગ નહીં પરંતુ જાત અભ્યાસ કરો એટલે સંઘર્ષ અને સમર્પણ તથા શિસ્ત સાથે આગળ વધવાથી કોઈ પણ સપનું સાકાર કરવું મુશ્કેલ નથી.