દોષિતો સામે પગલાં લેવાની તેમજ બકબક કરતા ભાજપી નેતાઓના મોંઢાં બંધ કરવા અકાલીઓની માંગ : સંઘ પરિવારને કઠોર સંદેશ આપો
શિવસેના બાદ અકાલીદળે પણ ભાજપનો વારો કાઢ્યો
નવીદિલ્હી,તા. ૧૭
એનડીએના સાથી પક્ષ શિરોમણી અકાળી દળે પણ દાદરી બનાવને લઇને આજે આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યં હતું કે, દાદરીમાં મુસ્લિમ વ્યક્તિની ઘાતકી હત્યા કરવાની ઘટના દેશ માટે શરમજનક ઘટના છે. આબનાવના કારણે અન્ય કોઇપણ કરતા વડાપ્રધાનની પ્રતિષ્ઠાને વધારે નુકસાન થયું છે. શિરોમણી અકાળીદળના સાંસદ નરેશ ગુજરાલે કહ્યું છે કે, દાદરીમાં જે પણ થયું તે શરમજનક છે. દેશ માટે પણ શરમજનક ઘટના છે. કઠોર શબ્દોમાં આને વખોડવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ઘાતકી હત્યાની આ ઘટના બાદ એનડીએ અને ભાજપને નુકસાન થયું છે પરંતુ આના કરતા પણ વડાપ્રધાનની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું છે. દોષિતો સામે કઠોર પગલા લેવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, આ ઘટના બાદ દોષિતોને શોધી કાઢીને તેમની સામે પગલા લેવાયા નથી. કમનસીબ બાબત છે કે, આ બાબત તરફ સંપૂર્ણ ધ્યાન અપાયું નથી. આ પ્રકારના બનાવમાં દોષિતો સામે પગલા લઇને અન્યોને પણ કઠોર સંદેશા આપવા જોઇએ. સંઘ પરિવારમાં પણ આવા સંદેશા જવા જોઇએ કે, બિનજરૂરી પ્રવૃત્તિને કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યસભાના સભ્યએ કહ્યું હતું કે, ચોક્કસ લોકો જે મહત્વપૂર્ણ હોદ્દાઓ ધરાવે છે તે લોકો બિનજવાબદારીપૂર્વકની વાત કરી રહ્યા છે જેમાં પ્રધાનો, મુખ્યમંત્રીઓ અને સંઘ પરિવારમાં રહેલા તત્વોનો પણ સમાવેશ થાય છે. શિરોમણી અકાળીદળના નેતાના આ નિવેદન બાદ એવા સંકેત મળી રહ્યા છે કે, ભાજપ અને અકાળી દળ વચ્ચે પણ સંબંધો સારા દેખાઈ રહ્યા નથી. બિહારમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ પ્રકારના નિવેદનો થઇ રહ્યા છે. બિહારમાં બે તબક્કામ માટે મતદાન યોજાઈ ચુક્યું છ. હજુ બીજા ત્રણ તબક્કામાં મતદાન યોજનાર છે. આવી સ્થિતિમાં આવા નિવેદન પક્ષને નુકસાન કરી શકે છે.