ગાઝા શરણાર્થી શિબિર પર ઇઝરાયેલ દ્વારા એક અઠવાડિયામાં ૬૩ વખત હુમલો કરવામાં આવ્યો

(એજન્સી) તા.૨૨
સ્થાનિક અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે, ઇઝરાયેલી દળોએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસરત શરણાર્થી શિબિર પર એક અઠવાડિયામાં ૬૩ વખત બોમ્બમારો કર્યો, જેમાં ઓછામાં ઓછા ૯૧ લોકો મૃત્યુ પામ્યા અને ૨૫૧ અન્ય ઘાયલ થયા છે.
ગાઝાની સરકારી મીડિયા ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું કે, “ઈઝરાયેલ દ્વારા થર્મલ અને રાસાયણિક શસ્ત્રોના ઉપયોગને કારણે ૭૫%થી વધુ પીડિતોના દાઝી જવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છ.” નુસરત શરણાર્થી શિબિર ગાઝામાં સૌથી ગીચ વસ્તીવાળા શિબિરોમાંનું એક છે, હાલમાં ૨,૫૦,૦૦૦ રહેવાસીઓ અને વિસ્થાપિત લોકો રહે છે. મીડિયા ઑફિસે ઇઝરાયેલ અને યુએસ પ્રશાસનને “વિસ્થાપિત વ્યક્તિઓ અને નાગરિકો સામે ચાલી રહેલા નરસંહાર માટે સંપૂર્ણપણે જવાબદાર” ગણાવ્યા. તેણે આંતરરાષ્ટ્રીય સમુદાય, યુનાઇટેડ નેશન્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને “ઇઝરાયેલી કબજા અને અમેરિકી વહીવટીતંત્ર પર નરસંહાર રોકવા અને ગાઝા પટ્ટીમાં રક્તપાત રોકવા માટે દબાણ લાવવા” આહ્‌વાન કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks