ધારાસભ્ય જિક્ષેશ મેવાણીએ કહ્યું છે કે દલિત-આંબેડકરવાદી સંગઠનોએ આર્થિક અને ભૌતિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે
(એજન્સી) તા.૧૮
કચ્છ, ગુજરાતમાં ૪૧ વર્ષના લાંબા સંઘર્ષ પછી, ગુજરાતના દલિત સમુદાયને આખરે તેમની જમીન પાછી મળી છે. સ્વાતંત્ર્ય દિને, ૧૫ ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા અને નંદા ગામમાં ૨૦૦ એકર જમીન દલિત સમુદાયને સોંપવામાં આવી હતી. આ અવસરે ત્યાં વાદળી ધ્વજ અને ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો જે આ ઐતિહાસિક જીતનું પ્રતિક છે. છેલ્લાં આઠ વર્ષમાં ‘રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ’ (RDAM)ને ગુજરાતમાં લગભગ ૨૫૦૦ એકર જમીન મળી છે, જેની બજાર કિંમત આશરે રૂા. ૬૦૦ કરોડ છે, જે જાતિવાદી દળોના કબજામાંથી મુક્ત કરીને દલિતોને આપવામાં આવી છે.
ગુજરાતમાં દલિતોના અધિકારો માટે લડત આપનાર વડાગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સૌથી આગળ છે. ઉનાની ઘટના બાદ તેમણે દલિત સમાજને સંગઠિત કરવા અને તેમને તેમના હક્કો અપાવવા માટે અભિયાન શરૂ કર્યું હતું. ૨૦૧૬માં ઉનામાં થયેલા અત્યાચાર બાદ, મેવાણીએ મહેસાણાથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સુધી ‘આઝાદી કૂંચ’નું આયોજન કર્યું હતું. મેવાણીએ કહ્યું કે ઇડ્ઢછસ્ના જમીન અધિકાર ચળવળનો ઉદ્દેશ્ય ભૂમિહીન દલિતોને ૫ એકર જમીન મેળવવાનો છે. દેશભરમાં લગભગ ૨૦ હજાર એકર જમીન એવી છે કે જે આદિવાસીઓ/દલિતોને ફાળવવામાં આવ્યા પછી ગેરકાયદે કબજા હેઠળ છે, જેના કારણે વંચિત સમુદાયને તેના હક્કો મળી શક્યા નથી.
તેમણે કહ્યું કે, ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્ય જમીનને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરવા માટે આવો પ્રયાસ કરી રહ્યું નથી. આપણે માત્ર જાતિના ભેદભાવ અને આરક્ષણ પૂરતા મર્યાદિત ન રહેવું જોઈએ. સ્વાભિમાનની લડાઈની સાથે સાથે, દલિત આંબેડકર આંદોલને આર્થિક અધિકારો અને સંસાધનોના સમાન વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મેવાણીએ કહ્યું કે હાલમાં ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં દલિતો અને આદિવાસીઓ કે સંસાધન-વિહોણા પરિવારોના જમીન અધિકારો વિશે કોઈ વાત કરતું નથી. દલિત-આંબેડકરવાદી સંગઠનો સ્વાભિમાન, અનામત અને નોકરીઓ સુધી સીમિત બની ગયા છે, જ્યારે આપણા બંધારણમાં વર્ણવેલ સમાજવાદની આવશ્યકતા છે કે સંસાધનોની પણ સમાન વહેંચણી થવી જોઈએ. હવે સમય આવી ગયો છે કે આપણે આર્થિક અને ભૌતિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
મેવાણીનું કહેવું છે કે આ હેતુથી જમીન સીલિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. ભૂમિહીન SC/ST પરિવારોને જમીન ફાળવવાનું કામ ૧૯૫૦માં દેશભરમાં શરૂ થયું હતું, પરંતુ મોટાભાગની જગ્યાએ આ કામ માત્ર કાગળો પૂરતું જ સીમિત રહ્યું હતું. જ્ઞાતિવાદી સામંતવાદી દળોએ આ ફાળવેલી જમીનો પર પોતાનો કબજો જમાવી રાખ્યો છે અને દલિત અને વંચિત સમુદાયના લોકો હજુ પણ તેમના અધિકારોથી વંચિત રહી ગયા છે.
ગુજરાતમાં દલિતોનો જમીન અધિકાર માટેનો આ સંઘર્ષ નવો નથી. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ હજારો એકર જમીન દલિતોને ફાળવવામાં આવી હતી, પરંતુ જાતિવાદી શક્તિઓએ આ જમીનો પર કબજો જમાવ્યો હતો. ૨૦૦૯થી ૨૦૧૨ સુધી, મેવાણીએ હજારો એકર જમીનની માહિતી એકત્રિત કરી જે ફાળવવામાં આવ્યા પછી પણ અસામાજિક તત્વો દ્વારા તેના પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી અને તેમના પ્રયત્નોને કારણે, હજારો એકર જમીન સામંતવાદી દળો પાસેથી પાછી મેળવવામાં આવી હતી, જેની બજાર કિંમત કરોડો રૂપિયા છે. ઉનામાં પોલીસ દ્વારા ચાર દલિત યુવકોને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ૧૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ, ગાયનું ચામડું કાપવાના આરોપમાં ચાર દલિત યુવાનોને ઉના પોલીસ સ્ટેશનની સામે નગ્ન અવસ્થામાં, કાર સાથે બાંધી અને કલાકો સુધી જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. રાજ્યના વિવિધ ભાગોમાં બનેલી અલગ-અલગ ઘટનાઓને પગલે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉનાની ઘટના બાદ મેવાણીએ દલિત સમુદાયને સંગઠિત કરવા અને તેમને તેમના અધિકારો અપાવવા માટે અભિયાન શરૂ કર્યું. મેવાણીએ મહેસાણાથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સુધી ‘આઝાદી કૂચ’નું આયોજન કર્યું, જે યાત્રા સમાપ્ત થયા પછી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM)માં પરિવર્તિત થઈ હતી. મેવાણી અને તેમના સાથીઓએ કોર્ટ લડાઈ દ્વારા દલિતો માટે ન્યાયની માંગ કરી છે. ઉનાની ઘટનાએ તેમના આંદોલનને નવો વળાંક આપ્યો અને હવે આરડીએએમ જમીનની માલિકી જેવા ભૌતિક મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેઓ માને છે કે જમીનની માલિકી એ જાતિના દરજ્જાનું મુખ્ય સૂચક છે, અને દલિતો માટે સમાનતાનો સૌથી સીધો માર્ગ એ જમીનની માંગણી છે જેના પર તેમનો અધિકાર છે. દરેક ભૂમિહીન દલિતને ૫ એકર જમીન મળવી જોઈએ તેવી તેઓની માંગ છે. જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળની આરડીએએમ, દલિતોના કેસોમાં પણ સક્રિયપણે કામ કરી રહી છે. જીગ્નેશ મેવાણીએ ડિસેમ્બર ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને વડગામ મતવિસ્તારના ધારાસભ્ય બન્યા હતા, અને આરડીએએમ ટીમે તેમની જમીન અધિકાર ચળવળ ચાલુ રાખી હતી. અમદાવાદ જિલ્લાના સરોધા ગામમાં ૧૧૫ દલિત પરિવારોને ૨૨૦ વીઘા જમીન સોંપવા માટે લેન્ડ મેપિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે ગુજરાત સરકાર પર દબાણ કરવામાં તે સફળ રહ્યું છે. આ ઉપરાંત રાપર અને સુરેન્દ્રનગર માટે પણ આવા જ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ અભિયાનને અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, કચ્છ વગેરે જિલ્લાઓમાં નોંધપાત્ર સમર્થન અને સફળતા મળી છે.