યુપી : બરેલીમાં ઝેર પીધા બાદ દલિત સગીરાનું મૃત્યુ, પ્રેમીની હાલત ગંભીર

 

(એજન્સી) તા.૨૮
પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, બરેલીમાં એક ૧૬ વર્ષીય દલિત યુવતીનું મૃત્યુ થયું છે અને તેનો ૨૧ વર્ષીય પ્રેમી ગંભીર હાલતમાં છે. આ બંનેએ કથિત રીતે ઝેરી પદાર્થનું સેવન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ બંનેએ કથિત રીતે નૈનીતાલમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ બરેલીમાં ઝેરી પદાર્થનું સેવન કર્યું હતું. શાહજહાંપુર જિલ્લાના તિલહાર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતી આ યુવતી શનિવારે શાળાએ જવા નીકળ્યા બાદ ગુમ થઇ ગઇ હતી, તેમ શાહજહાંપુરના પોલીસ અધિક્ષક (SP) સૌરભ દીક્ષિતે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, યુવતીના પરિવારજનોએ તેની શોધખોળ કરી અને બાદમાં જાણવા મળ્યું કે, શાહજહાંપુરના પુવાયન પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી સંદીપ મિશ્રા તેને પોતાની સાથે લઇ ગયો હતો. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે રવિવારે તિલહાર પોલીસ સ્ટેશનમાં મિશ્રા વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો. એસપી દીક્ષિતે જણાવ્યું કે, યુવતીને શોધવા માટે રચવામાં આવેલી પોલીસ ટીમે આરોપીના ઘરે તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને યુગલનું લોકેશન નૈનીતાલમાં મળ્યું અને જાણવા મળ્યું કે તેમણે ત્યાં લગ્ન કરી લીધા હતા. એસપીએ વધુમાં જણાવ્યું કે, પોલીસ નૈનીતાલ પહોંચે તે પહેલાં જ તેમને માહિતી મળી કે આ બંને બરેલીમાં છે અને તેમણે ઝેરી પદાર્થનું સેવન કર્યું છે. ત્યારબાદ પોલીસની એક ટીમને બરેલી રવાના કરવામાં આવી હતી, તેમ તેમણે ઉમેર્યું.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks