છતરપુર : દલિત વડીલને જીવતા સળગાવવાનો પ્રયત્ન તેમજ ગોળી પણ મારી; હોસ્પિટલમાં દાખલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૮
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક વડીલ દલિત વ્યક્તિને પેટ્રોલ છાંટી જીવતો સળગાવીને મારી નાખવાનો મામલો સામે આવ્યો છે.વડીલને ગંભીર હાલતમાં છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમનુ નામ નંદી અહિરવાર છે. તેમની ઉંમર લગભગ ૫૭ વર્ષની છે. છતરપુરના એસપી આગમ જૈન કહે છે. ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. છતરપુર જિલ્લાના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવ પુલિયા ગામમાં રહેતા નંદી અહિરવારનો આરોપ છે કે થોડાં દિવસો પહેલા તેમણે તેમનો એક પ્લોટ ગામના મનોજ પટેલ નામના વ્યક્તિને ૪ લાખ ૫૦ હજાર રૂપિયામાં વેચી દીધો હતો. મનોજના મોટા ભાઈ કમલેશ પટેલે તેને પૈસા માટે પોતાની પાસે બોલાવ્યો હતો. આરોપી પીડિતને તેની બાઇક પર દેવ પુલિયા ગામથી પોતાની સાથે લઈ ગયો હતો. રસ્તામાં લુગાસી ચોકી પાસેના પુલ પર આરોપીઓએ તેને માર માર્યો હતો. પીડિતનો આરોપ છે કે કમલેશ પટેલે પહેલા તેના માથા પર બંદૂકના બટ વડે ઘણી વાર હુમલો કર્યો હતો. આટલું જ નહીં, તેણે પીડિતના હાથ પર પણ ગોળી મારી હતી. આ હુમલામાંં પીડિત ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપી અહીં અટક્યો નહીં, તેણે તેમની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કોઈ રીતે વડીલનો જીવ બચી ગયો. પોલીસ તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ. છતરપુરના એસપી આગમ જૈને કહ્યું કે, આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કેસમાં નૌગાંવ એસડીઓપી ચંચલેશ માર્કરામનું કહેવું છે કે, આ ઘટના એક દિવસ જૂની છે. જ્યારે પીડિત ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ યોગ્ય રીતે બોલી શકતા ન હતા, તેથી કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. હવે તેઓને ભાન આવી ગયું છે. નૌગાંવ એસડીઓપી ચંચલેશ માર્કરામે કહ્યું કે, વૃદ્ધ વ્યક્તિ હવે ઘટનાને સાચી રીતે કહી શકશે, તેથી કેસ નોંધવામાં આવી રહ્યો છે. આ ઘટના અલગ-અલગ પોલીસ સ્ટેશનો સાથે સંબંધિત છે, તેથી એફઆઈઆર નોંધવામાં સમય લાગી રહ્યો છે. તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેે અને ત્યાં તેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. છતરપુરના એસપી અગમ જૈન પણ ઘટનાની તપાસ પર નજર રાખી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks