છત્તીસગઢમાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી દલિત પરિવારે બનાવેલા મંદિરને તોડી પાડ્યું; હિન્દુત્વ બ્રિગેડનો વિરોધ

ઘટના બાદ પોલીસે દલિત પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચની ધરપકડ કરી

(એજન્સી)     રાયપુર, તા.૩૦ 
છત્તીસગઢના રાયગઢ શહેરની બહાર ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી દલિત પરિવારે બનાવેલા મંદિરને તોડી પાડતા બજરંગ દળના કાર્યકરોએ વિરોધ કરતાં ભટનપાલીમાં તણાવ ફેલાયો હતો. ઘટના બાદ પોલીસે દલિત પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચની ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, સારથી પરિવારે ૨૦૨૦માં સરકારી જમીન પર મંદિર બનાવ્યું હતું, જોકે અંદર કોઈ મૂર્તિ મૂકવામાં આવી ન હતી અને ફક્ત માળખું જ અસ્તિત્વમાં હતું. પરિવારે એક વર્ષ પહેલા ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો, અને મંદિરને JCB  મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, ‘જેમ જેમ સમાચાર ફેલાતા ગયા, બજરંગ દળના કાર્યકરોનું એક જૂથ ત્યાં પહોંચ્યું અને દાવો કર્યો કે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે, તેમણે નજીકના ચર્ચમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને તેને અટકાવ્યુ હતું’. હાલનું ચર્ચ લગભગ ૨૫ વર્ષ પહેલાં ખાનગી જમીન પર બનાવવામાં આવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બજરંગ દળના કેટલાક વિરોધીઓ ચર્ચમાં પ્રવેશવામાં સફળ રહ્યા, ભગવા રંગનું કપડું ફરકાવ્યું હતું અને ક્રોસ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ, જેમણે વિરોધીઓને કાયદો હાથમાં ન લેવા કહ્યું. અધિકારીએ ઉમેર્યું કે, “અમે સારથી પરિવારના ત્રણ સભ્યો અને મંદિર તોડી પાડવા માટે ઉપયોગમાં લેવાતી ત્નઝ્રમ્ મશીનરીના સંચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે,”. નિર્મલ સારથીના નજીકના સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે પરિવારને શરૂઆતમાં વિરોધીઓથી બચાવવા માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, અને બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. તોડી પાડવામાં આવેલું મંદિર સારથી પરિવાર દ્વારા તેમના નિવાસસ્થાનના પ્રવેશદ્વાર પાસે બાંધવામાં આવેલું ૬ ફૂટ ટ ૬ ફૂટનું માળખું હતું.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks