‘જંતર-મંતર પર શબાના આઝમી ટાઈપના લોકો એકત્રિત થયા હતા’ : કંગના રણૌતે સ્પષ્ટતા કરી કે ‘ગટર છાપ’ ટિપ્પણી સમગ્ર જેન-ઝી માટે ન હતી : તેણીએ વિવેચકોને ‘ખુલ્લી ચેલેન્જ’ આપી

કંગના રણૌતે જેન-ઝી પર ‘ગટર છાપ’ ટિપ્પણીનો બચાવ કર્યો, અને વિવેચકોને ‘ખુલ્લો પડકાર’ આપ્યો છે

‘જો લોગ જંતર-મંતર પર ૧૦,૦૦૦ લોગ ઈકઠ્ઠે હુએ થે ઉસમે સે આધે સે જ્યાદા લોગ તો શબાના આઝમી ટાઈપ કે લોગ થે આપને દેખા હર ટાઈપ કે એજ ગ્રુપ ઘૂમ રહે થે.’

(એજન્સી) તા.૧૪
બોલીવુડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રાણાવત ફરી એકવાર જનરલ ઝેડ વિશેની પોતાની ‘ગટર છાપ’ ટિપ્પણી પર સ્પષ્ટતા કરતા કંગનાએ ‘ખુલ્લો પડકાર’ આપ્યો અને લોકોને એક ચોક્કસ વાક્ય તરફ ધ્યાન દોરવા કહ્યું જ્યાં તેણીની સ્પષ્ટતામાં, કંગનાએ એવો પણ દાવો કર્યો કે જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શનમાં વિવિધ વય જૂથોના લોકો હાજર રહ્યા હતા, જેમાં તેણીએ ‘શબાના આઝમી પ્રકારના’ લોકોનો પણ સમાવેશ થાય છે.જંતર-મંતર ખાતે હાજર લોકોની સંખ્યા સાથે અંદાજિત જનરલ ઝેડની વસ્તીની સરખામણી કરતા, કંગનાએ દલીલ કરી હતી કે તેણીની ટિપ્પણી દેશની સમગ્ર યુવા વસ્તી પર નિર્દેશિત નથી. તેણીએ કહ્યું, ‘જો જંતર-મંતર પર ૧૦,૦૦૦ લોકો ભેગા થયા હતા જે પૈકી અડધાથી વધુ લોકો શબાના આઝમી પ્રકારના લોકો હતા. તેણીએ ધ્યાન દોર્યું કે વિરોધમાં વિવિધ વય જૂથોના લોકો હાજર હતા અને તેથી, તેણીએ ‘Genz Z વિરોધ’ તરીકે તેના વર્ણન પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.કંગનાએ કહ્યું કે, જો આપણે જનરલ ઝેડની વાત કરીએ તો ત્યાં લગભાગ જો હૈં ૨,૦૦૦ જનરલ ઝેડ હતા. તો તે જનરેશન ઝેડ વિરોધ કેવી રીતે ગણી શકાય ? અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેમની ટિપ્પણી ખાસ કરીને જંતર-મંતર પર ભેગા થયેલા લોકો વિશે હતી, દેશની સમગ્ર જનરલ ઝેડ વસ્તી વિશે નહીં. ત્યારબાદ કંગનાએ તે લોકોને ખુલ્લો પડકાર આપ્યો જેમણે દાવો કર્યો હતો કે તેણીએ આખી પેઢીનું અપમાન કર્યું છે. કંગના રાણાતે ‘જનરેશન ગટર’ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તે CJPના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી યુવતીઓની ટીકા કરી રહી હતી. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણીએ લખ્યું હતું કે, ‘અહીં કહેવાતી પશ્ચિમી ભારતીય મહિલાઓની એક નવી પેઢી છે. હું તેમને જનરેશન ગટર કહું છું. તેમાંથી કેટલીક અભ્યાસમાં નબળી છે અને તેણીએ ‘ડ્રગ્સ, પીણાં અને તેમના માતાપિતાની કમાણી પર જીવવા સહિતની તેમની જીવનશૈલી પસંદગીઓની ટીકા કરી. તેણીએ આગળ લખ્યું હતું કે જો તમે જવાબદારી વિના સ્વતંત્ર રીતે જીવવાનો પ્રયાસ કરો છો, તો તમે ફક્ત એક વિકૃત અસ્તિત્વ છો, તમે ગટર છાપ છો.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks