SIKH STRUGGLE

જગદીશ ટાઈટલરને ‘ક્લિનચીટ’થી વિવાદ :શીખ જૂથોનો કોંગ્રેસ હેડકવાર્ટર બહાર વિરોધ

ન્યુઝ પોઈન્ટ
સીખ સમુદાય ૧૯૮૨માં સુવર્ણ મંદિરમાં ત્રાસવાદી પ્રવૃત્તિને અટકાવવા લશ્કરે પ્રવેશ કર્યો જેને આજે ૩૩ વર્ષ બાદ પણ શીખ સમુદાય ભૂલ્યો નથી અને ૧૯૮૪ના શીખ રમખાણને આજે લગભગ ૩૧ વર્ષ થયા છતાંય તે વખતના કોંગ્રેસપક્ષના નેતા જગદીશ ટાઈટલરને ક્લિનચીટ આપતાં શીખ સમુદાય તેમના ઘર આગળ દેખાવ કરવા ઘસી આવ્યા જ્યારે મુસ્લિમ સમુદાયને બાબરી મસ્જિદ અને ૧૩ વર્ષ જૂન ૨૦૦૨ના રમખાણને ભૂલી જવા ડહાપણભરી શીખામણ અપાય છે. સીખ સમુદાય દેશમાં માંડ ૨ કરોડ છે જ્યારે મુસ્લિમ લઘુમતી આશરે ૨૦ કરોડ છતાંય પોતાના હક્ક માટે હિંમતભેર ન્યાય માટે અદાલતમાં તેમજ રાજકીય સુઝબુઝથી લડવાની પ્રેરણા શીખ સમુદાય ફક્ત ભારત જ નહિ પણ દુનિયાભરના લઘુમતીઓને દ્રષ્ટાંત પૂરું પાડે છે. લઘુમતી ને આંગળી ચીંધે છે. આજે જગદીશ ટાઇટલરને ૩૧ વર્ષ જૂના કેસમાંથી ક્લિનચીટ મળી એટલે તરત જ સજાગ શીખ ભાઈઓએ પોતાનો વિરોધ પૂરી ઉગ્રતાથી છટાથી પ્રગટ કરેલ છે, પણ જો ૨૦૦૭ નાં “ઓપરેશન કલંક “ જેવું સ્ટીંગ ઓપરેશન આશિષ ખૈતાન જેવા બિનસાંપ્રદાયિક વ્યક્તિએ શીખોની સામે સાજીશ કરતું રેકોર્ડ કર્યું હોત તો શીખ સમુદાયે તમામ આરોપીઓને જેલ ભેગા કરવા રાજકીય તેમજ કાયદાકીય રીતે આકરી લડત ચલાવી હોત. જ્યારે મુસ્લિમો સામેના ગુનાઓમાં જ્યાં નજરે જોનારે સાહેદો વિગતવાર બનાવનું વર્ણન કરે છે છતાંયે તેમને સજા તો ઠીક પણ ૨૦૦૨ના કેટલાય કેસોમાં કેટલાય આરોપીઓને ક્લિનચીટ અપાઈ ગઈ છે અને ન્યાય માટે ઝઝુમનારા આંગળીના ટેરવે ગણી શકાય એટલા હોઈ રાજકીય કે ન્યાયિક લડત આપી શકતા નથી.

(એજન્સી) નવી દિલ્હી, તા.પ
શીખ સંગઠનોએ કોંગ્રેસ વડી કચેરી ખાતે જગદીશ ટાઈટલરને ક્લિનચીટ આપતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. ૧૯૮૪માં શીખ રમખાણો વખતે એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છતાંયે એમને ક્લિનચીટ આપવામાં આવી હતી. કોંગ્રેસની વડી કચેરી ર૪, અકબર રોડ ઉપર સવારે ૧૧ઃ૩૦ વાગે શીખ સંગઠનોના કાર્યકર્તાઓ પ્લેકાર્ડ અને બેનરો લઈ ભેગા થયા હતા અને ટાઈટલર સામે પગલા લેવાની માંગણી કરી હતી. એમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનું રાજીનામું પણ માંગ્યું હતું. એમણે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ હાઈટલરની નનામી પણ બાળી હતી, આ વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસે હથિયારોના વેપારી અભિષેક વર્માના દાવાને નકારી કાઢયું હતું. વર્માએ સીબીઆઈ સમક્ષ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, ટાઈટલરે વર્માને ર૦૦૮માં જણાવ્યું હતું કે, એમણે તે વખતના પ્રધાનમંત્રી મનમોહનસિંગ સાથે મુલાકાત કરી હતી અને એ પછી એમને રમખાણો બાબત ક્લિનચીટ મળી હતી. વર્માએ સીબીઆઈને વધુમાં જણાવ્યું હતું કે, ટાઈટલરે એમને એવું પણ કહેલ કે, આ ડીલમાં ઘણા નાણાં એ વ્યક્તિને આપવામાં આવ્યા હતા જે રમખાણોનો સાક્ષી હતો.

Related posts
SIKH STRUGGLE

શીખોની જીંદગી અને પોલીસ જંગાલિયતના સંદર્ભમાં૧૯૮૪ બાદ ભાગ્યે જ કોઇ પરિવર્તન આવ્યું છે

શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા શીખ…
Read more
SIKH STRUGGLE

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં સીબીઆઈએ ટાઈટલરને આપેલ ક્લીનચીટ દુર્ભાગ્યપૂર્ણ : ફુલ્કા

નારાજગી વ્યક્ત કરતાં એડવોકેટ ફુલ્કાએ…
Read more
SIKH STRUGGLE

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો : ટાઇટલરને ક્લિનચીટ આપવા સામે અદાલતની સીબીઆઇને નોટિસ

સીબીઆઇના ક્લોઝર રિપોર્ટ સામે…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.