મુંબઈ,તા.૩
મિતાલી રાજ, દીપ્તિ શર્મા અને વેદા ક્રિષ્ણમૂર્તિ કર્ણાટકમાં એલુર ખાતે ૧૪-૨૧ ઑગસ્ટ દરમિયાન યોજાનાર સિનિયર મહિલાઓની ટી-૨૦ ચૅલેન્જર ટ્રોફી સ્પર્ધામાં અનુક્રમે ઈન્ડિયા-બ્લુ, ઈન્ડિયા-રેડ અને ઈન્ડિયા-ગ્રીનની ટીમોનું સુકાન સંભાળશે.મહિલાઓની પસંદગી સમિતિની અહીં યોજાયેલી બેઠકમાં ત્રણે ટીમની પસંદગી કરવામાં આવી હતી, એમ બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું હતું. કુલ ૧૩ ખેલાડીઓની જાહેર કરાયેલ ત્રણ ટીમની નામાવલી નીચે મુજબ છેઃ
ઈન્ડિયા-બ્લુઃ મિતાલી રાજ (કેપ્ટન), વનિતા વી. આર., ડી. હેમલતા, નેહા તનવર, અનુજા પાટીલ, સાઈમા ઠાકોર, તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાધા યાદવ, પ્રીતિ બોઝ, પૂનમ યાદવ, કીર્થી જેમ્સ, માનસી જોશી, સુમન ગુલિયા.
ઈન્ડિયા-રેડઃ દીપ્તિ શર્મા (કેપ્ટન), પૂનમ રાઉત, દિશા કાસત, મોના મેશરામ, હાર્લીન દેઉલ, તનુશ્રી સરકાર, એક્તા બિશ્ત, તનુજા કંવર, શિખા પાંડે, શાંતિ કુમારી, રીમાલક્ષ્મી એક્કા, નુઝાત પરવીન (વિકેટકીપર), અદિતી શર્મા.
ઈન્ડિયા-ગ્રીનઃ વેદા કિષ્ણમૂર્તિ (કેપ્ટન), જેમાઇમા રોડ્રિગ્સ, પ્રિયા પુનિયા, દેવીકા વૈદ્ય, મોનીકા દાસ, અરુંધતિ રેડ્ડી, સુષ્મા વર્મા (વિકેટકીપર), રાજેશ્ર્વરી ગાયકવાડ, ફાતિમા જાફર, સુશ્રી દિબ્યદર્શિની, કે. પરિદા, ઝુલન ગોસ્વામી, એસ. સંજના.