તેલંગાણામાં મસ્જિદની બહાર આરએસએસ (RSS) શાખાનું આયોજન; પોલીસે સ્વતઃ સંજ્ઞાન લીધું

 

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક મસ્જિદની બહાર આરએસએસ (RSS) શાખાના કાર્યક્રમ (જેમાં “ભારત માતા પૂજા”નો પણ સમાવેશ થતો હતો)ના વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આ બાબતે સ્વત : સંજ્ઞાન લીધું છે

 

(એજન્સી) તા.૬
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના નેદુરૂ ગામમાં મસ્જિદની બહાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ૧૦ દિવસીય શાખાના સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને તેના સ્થળને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત થયું હતું. આ કાર્યક્રમ રંગારેડ્ડી જિલ્લાના કંદુકુર ખંડમાં આવેલી નેદુરૂ શાખા ખાતે ૧૦ દિવસીય “શાખા સપ્તાહમ” કાર્યક્રમ હેઠળ યોજાયો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટા અને વીડિયોમાં સહભાગીઓને નેદુરૂ મસ્જિદની બરાબર બહાર સમાપન કાર્યક્રમ – જેમાં “ભારત માતા પૂજા”નો પણ સમાવેશ થાય છે – કરતા જોઈ શકાય છે. સ્થાનિક આરએસએસ કાર્યક્રમો વિશે નિયમિતપણે પોસ્ટ કરતા એસ.એસ. રેડ્ડીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર આ કાર્યક્રમના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ૧૦ દિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે અન્ય પ્રવૃત્તિઓ સાથે “ભારત માતા પૂજા”નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, Siasat.comના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પર કાર્યક્રમના વીડિયો સામે આવ્યા બાદ કંદુકુર પોલીસે આ મામલે સ્વત : સંજ્ઞાન લીધું હતું. અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ આ કાર્યક્રમ આરએસએસ સાથે સંબંધિત હોવાનો ઇનકાર કર્યો હતો (જોકે સોશિયલ મીડિયા પોસ્ટ્‌સમાં તેને શાખા તરીકે ઓળખાવવામાં આવી હતી). અધિકારીએ જણાવ્યું હતું કે તે વિસ્તાર શાંતિપૂર્ણ છે અને રેડ્ડીને તે પોસ્ટ્‌સ હટાવવા માટે કહેવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks