તેલંગાણામાં ‘શુદ્ધિકરણ’ વિવાદ : કોંગ્રેસ અને દલિત જૂથોએ BRSની ઝાટકણી કાઢી; પૂર્વ મુખ્યમંત્રી KCRને જવાબદાર ઠેરવ્યા

 

‘શુદ્ધિકરણ’ વિધિ કરવામાં આવી તેના એક દિવસ પહેલાં કોંગ્રેસના નેતાઓ અને દલિત સભ્યોએ BRSના બે  MLC – તાતા મધુસુદન અને નવીન કુમાર રેડ્ડી – વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન માટે એક સરઘસ કાઢ્યું હતું. તેમના મતે આ નેતાઓએ ૭ સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના સ્પીકર જી. પ્રસાદ કુમાર (જેઓ દલિત સમુદાયના છે)નું અપમાન કર્યું હતું

 

(એજન્સી) હૈદરાબાદ, તા.૧૧
હલ્દવાનીમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સંબોધન બાદ ઉત્તરાખંડમાં ‘શુદ્ધિકરણ’ની વિધિ કરવામાં આવી હતી; તેના એક મહિના પછી બુધવારે (૯ સપ્ટેમ્બર) તેલંગાણામાં પણ દલિત-વિરોધી ગણાય તેવી સમાન પ્રવૃત્તિ જાહેરમાં જોવા મળી હતી. આ ઘટના દલિત નેતાઓ અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યાના એક દિવસ બાદ બની હતી. મંગળવારે ૮ સપ્ટેમ્બરના રોજ મોટી સંખ્યામાં દલિત નેતાઓ અને કોંગ્રેસ કાર્યકરોએ સિદ્દીપેટ જિલ્લાના વરધરાજપુરમ ગામની બહાર આવેલા રાવના ફાર્મહાઉસ સુધી ‘ચાવુ-દપ્પુ’ (અંતિમ સંસ્કાર વખતે વગાડવામાં આવતા ઢોલ) સરઘસ કાઢ્યું હતું. આ સરઘસ દરમિયાન અંતિમ સંસ્કારના ઢોલ ‘ચાવુ-દપ્પુ’ વગાડવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારના સરઘસમાં ઢોલ વગાડવાનું કામ પરંપરાગત રીતે દલિતો સાથે જોડાયેલું છે. કોંગ્રેસના નેતાઓનું આ સરઘસ  BRSના બે MLC તાતા મધુસુદન અને નવીન કુમાર રેડ્ડી – વિરૂદ્ધ વિરોધ કરવા માટે હતું, જેમણે ૭ સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના સ્પીકર જી . પ્રસાદ કુમાર (જેઓ દલિત છે)નું અપમાન કર્યું હોવાનો આરોપ છે. તે ઘટના રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે બની હતી, જ્યારે BRSના ધારાસભ્યો (MLAs) અને વિધાન પરિષદના સભ્યો (MLCs)એ વિસ્તારમાં લાગુ કડક સુરક્ષા પ્રતિબંધો છતાં વિધાનસભા પરિસરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઢોલ વગાડતા સરઘસને કારણે ફાર્મહાઉસ નજીકનો વિસ્તાર ‘અપવિત્ર’ થયો હોવાનો આરોપ મૂકીને બુધવારે  BRSના કાર્યકરોએ સમગ્ર વિસ્તારના ‘શુદ્ધિકરણ’ના પ્રતીક રૂપે રસ્તા અને નજીકની જગ્યાઓ પર હળદરવાળું પાણી અને દૂધ છાંટ્યું હતું. કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલે આ ઘટનાને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ કૃત્ય રાવના આશીર્વાદથી કરવામાં આવ્યું હતું અને તેમની સામે ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૭’ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ માલા અને માદિગા પેટા-જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ કરતા અનુસૂચિત જાતિ સંગઠનોએ આ વિધિ સામે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના નેતા સતીશ માદિગાએ જણાવ્યું હતું કે, રાવ અને અન્ય બીઆરએસ (મ્ઇજી) નેતાઓ વિરૂદ્ધ સૈફાબાદમાં ‘ઝીરો એફઆઈઆર’ (ઢીર્િ હ્લૈંઇ) નોંધવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના ચોપ્પાદંડીના ધારાસભ્ય (સ્ન્છ) મેડિપલ્લી સત્યમે જણાવ્યું હતું કે, તેમણે સૈફાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ ફાર્મહાઉસ નજીક કોંગ્રેસ કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી એ પક્ષના રાજ્યવ્યાપી આહ્‌વાનનો એક ભાગ હતી. આ આહ્‌વાન બીઆરએસના બે એમએલસી (સ્ન્ઝ્ર) તાતા મધુસુદન અને નવીન કુમાર રેડ્ડી દ્વારા સ્પીકર કુમારના સ્વર્ગસ્થ માતા વિશે અગાઉ કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણીઓનો વિરોધ કરવા માટે આપવામાં આવ્યું હતું. સત્યમની ફરિયાદમાં જણાવાયું હતું કે, ‘દંડોરા’ (લોકોને એકત્ર કરવા અને મહત્ત્વપૂર્ણ સમાચાર જણાવવા માટે વગાડવામાં આવતું પરંપરાગત ઢોલ-નગારૂં) માટેનું આહ્‌વાન રાવના પક્ષના એમએલસીના ગેરવર્તન બદલ રાવ પાસે માફી માંગવા માટે આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ચાર દિશાઓમાંથી કે. ચંદ્રશેખર રાવના ફાર્મહાઉસ તરફ આગળ વધ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ટી. નરસા રેડ્ડીના નેતૃત્વમાં હૈદરાબાદ-કરીમનગર હાઈવે પર પણ એક મોટું જૂથ એકત્ર થયું હતું. માત્ર આ જૂથ જ રસ્તામાં પોલીસે ઊભા કરેલા અવરોધોને તોડીને ફાર્મહાઉસ સુધી પહોંચી શક્યું હતું. આ કૂચ દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં નરસા રેડ્ડી ઘાયલ થયા હતા. તેમનું જૂથ રાવના ફાર્મહાઉસથી હજુ પણ બે કિલોમીટર દૂર હતું. બાદમાં મીડિયા સાથે વાત કરતા સત્યમે આરોપ મૂક્યો હતો કે, કૂચ પછી કરવામાં આવેલી ‘શુદ્ધિકરણ’ વિધિ રાવના નિર્દેશો પર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ હતું કે, બીઆરએસ જાતિગત ભેદભાવમાં માને છે. કોંગ્રેસના અન્ય એક ધારાસભ્ય કે. શંકરૈયાએ રાવ પર “ખરાબ સમય” આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી; બીઆરએસે બાદમાં કહ્યું હતું કે, આનો અર્થ એ છે કે, વિરોધ પક્ષ તેમને “મારી નાખવા” માંગે છે.
ઘટનાક્રમના આ સિલસિલા બાદ કોંગ્રેસે કહ્યું છે કે, તે બીઆરએસના દલિત-વિરોધી વલણને “ઉજાગર” કરશે. પક્ષના એક ડઝનથી વધુ એમએલસીએ માંગ કરી હતી કે ભારતના ચૂંટણી પંચે બીઆરએસની માન્યતા રદ કરવી જોઈએ. નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાના નેતૃત્વમાં બિન-પ્રભુત્વશાળી જાતિઓના કોંગ્રેસના ધારાસભ્યોના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી અને કહ્યું કે, મ્ઇજી રાજ્યને “અંધકારમય યુગ” તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે આ ઘટનાક્રમની સરખામણી નાઝી પાર્ટીના શાસન હેઠળના જર્મની અને અમેરિકાના કટ્ટરપંથી દક્ષિણપંથી દ્વેષપૂર્ણ જૂથ ‘કુ ક્લક્સ ક્લાન’ની પ્રવૃત્તિઓ સાથે કરી હતી.
૭ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના નેતૃત્વવાળી તેલંગાણા સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ કરવા માટે કાળા ટી-શર્ટ પહેરીને વિધાનસભામાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા મ્ઇજી ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું; જેમાં મ્ઇજીના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવ પણ સામેલ હતા.
કાર્યકારી પ્રમુખ કે.ટી. રામા રાવના નેતૃત્વમાં મ્ઇજીએ રાજ્યપાલ સાથે અલગથી મુલાકાત કરી અને ફરિયાદ કરી કે ફાર્મહાઉસ તરફ કાઢવામાં આવેલી રેલી એ રાવની હત્યાનો એક નિષ્ફળ પ્રયાસ હતો; તેમણે આક્ષેપ કર્યો કે, આ માટે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ફાર્મહાઉસને ઘેરી લેવા માટે પોલીસ સુરક્ષા સાથે હજારો લોકોને એકત્રિત કર્યા હતા.
જો કે, કોંગ્રેસે દાવો કર્યો હતો કે, પોલીસે તેમને રસ્તામાં અનેક સ્થળોએ અટકાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks