ધરપકડના એક અઠવાડિયા પછી ઇઝરાયેલી જેલમાં પેલેસ્ટીની વ્યક્તિનું મોત

(એજન્સી)                                            તા.૧૯
પેલેસ્ટીની ડિટેનીઝ અફેર્સ કમિશન અને પેલેસ્ટીની પ્રિઝનર્સ સોસાયટી (પીપીએસ)એ ગુરૂવારે જાહેરાત કરી કે ૫૩ વર્ષીય પેલેસ્ટીની વ્યક્તિનું ઉત્તરીય કબજાવાળા વેસ્ટ બેંકમા જેનિન નજીક, રુમ્માના શહેરમાં ધરપકડના એક અઠવાડિયા પછી ઇઝરાયેલી જેલમાં મૃત્યુ થયું છે. સંગઠનોના જણાવ્યા અનુસાર, પાંચ બાળકોના પિતા સમીર મોહમ્મદ યુસેફ અલ-રિફાઈનું ૧૦ જુલાઈના રોજ ઈઝરાયેલી દળો દ્વારા તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ગુરૂવારે સાલેમ લશ્કરી અદાલતમાં હાજર થવાનું હતું. તેમના પરિવાર દ્વારા મેળવેલ તબીબી અહેવાલો દર્શાવે છે કે અલ-રિફાઈને પહેલાથી અસ્તિત્વમાં રહેલી કાર્ડિયાક સમસ્યાઓ હતી, જેના માટે તેની ધરપકડ પહેલા સઘન તબીબી ફોલો-અપની જરૂર હતી. અલ-રિફાઈના મૃત્યુ સાથે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગાઝામાં ઈઝરાયેલના નરસંહાર યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી ઈઝરાયેલની કસ્ટડીમાં મૃત્યુ પામેલા પેલેસ્ટીનીઓની સંખ્યા વધીને ૭૪ થઈ ગઈ છે. આ આંકડાઓ માત્ર તેઓને જ પ્રતિબિંબિત કરે છે જેમની ઓળખ જાણીતી છે અને દબાણપૂર્વક ગુમ થવાના કિસ્સાઓ બનતા રહે છે. આ સમયગાળાને પેલેસ્ટીની કેદીઓના ઇતિહાસમાં ‘સૌથી લોહિયાળ’ તરીકે વર્ણવવામાં આવ્યો છે. ૧૯૬૭થી ઇઝરાયેલની કસ્ટડીમાં મૃત્યુ પામેલા ઓળખાયેલા પેલેસ્ટીની કેદીઓની કુલ સંખ્યા હવે ૩૧૧ પર પહોંચી ગઈ છે. કમિશન અને ઁઁજીએ ભારપૂર્વક જણાવ્યું કે મૃત્યુ પામેલા કેદીઓની વધતી સંખ્યા એ વ્યવસ્થિત જુલમનું દુઃખદ પ્રતિબિંબ છે, કારણ કે હજારો લોકો હજુ પણ ઇઝરાયેલી જેલોમાં છે. તેઓએ યાતના, ભૂખમરો અને તબીબી અવગણના સહિત-તેમજ નિકાલ અને વંચિતતાની અભૂતપૂર્વ નીતિઓ, જેના કારણે ખંજવાળ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ છે તેવા દુરૂપયોગના વિવિધ સ્વરૂપોના વ્યાપને પ્રકાશિત કર્યો.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts