નોકરી નહીં, ફક્ત આઘાત : ખોટા ચોરીના કેસમાં ટીવીએમ પોલીસ દ્વારા ત્રાસ આપવામાં આવેલી દલિત મહિલા માટે હજુ પણ મુસીબત જ મુસીબત

(એજન્સી)
તિરૂવનંતપુરમ, તા.૧૦
પેરૂરકાડા પોલીસ સ્ટેશનમાં ભયાનક રાત પસાર કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. દલિત મહિલા બિંદુ આર પર ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે જ્યાં ઘરકામ કરતી હતી તે ઘરમાંથી સોનાના ઘરેણાં ચોરી લીધા હતા.
પોલીસ સ્ટેશનમાં, તેને ઊંઘ, ખોરાક અને પાણીથી વંચિત રાખવામાં આવી હતી. પોલીસે કથિત રીતે તેની પાસેથી કબૂલાત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ બાબત પ્રકાશમાં આવી, ત્યારે બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પેરૂરકાડા પોલીસે નોકરીદાતા ઓમાના ડેનિયલ, તેની પુત્રી નિશા, પેરૂરકાડા સબ-ઇન્સ્પેક્ટર પ્રસાદ એસજી અને ગ્રેડ એએસઆઈ પ્રસન્ના કુમાર સામે કેસ દાખલ કર્યા છે.બિંદુ તેને સતાવતા આઘાતમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહી છે. તેણે કામ કરવાનું બંધ કરી દીધું છે. બિંદુ જાણે છે કે તેની નજીવી આવક તેના પરિવાર માટે ઘણી મહત્ત્વની હતી. આ દિવસોમાં, તેણે પોતાની જાતને એકલતામાં કેદ કરી દીધી છે. બિંદુએ કહ્યું, ‘મને હવે કામ પર જવાનો ડર લાગે છે. જો દરેક ઘરના લોકો તેમની ગુમ થયેલી બંગડીઓ કે ગળાનો હાર માટે મને દોષ આપવા લાગે તો શું ? મેં પહેલાની જેમ બહાર જવાનું બંધ કરી દીધું છે. હવે, હું ફક્ત ભીડવાળી જગ્યાએ જ જાઉં છું. હું સાંકડા રસ્તાઓ અને શાંત ગલીઓ ટાળું છું. મને હંમેશા ડર લાગે છે,’.તેને પોલીસ સ્ટેશનમાં ૨૦ કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવી હતી. જ્યારે પોલીસે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો અને આરોપી તરીકે તેમની ધરપકડ કરવામાં આવી હતી, બિંદુ જાણે છે કે તેની લડાઈ હજુ પૂરી થઈ નથી. તેણે કહ્યું, ‘તેમની ધરપકડ કરીને તેમણે અદાલતના કઠેડામાં લાવવા જોઈએ. તેમણે તે રાત્રે મેં જે યાતનામાંથી પસાર થઈ હતી તે અનુભવવી જોઈએ,’.તેના પતિ, પ્રદીપ જી (૩૯), જે દૈનિક મજૂર તરીકે કામ કરે છે, તેણે તેની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘અમને ડર છે. લોકોએ અમને સાવચેત રહેવાની ચેતવણી આપી છે કારણ કે અમે પોલીસ સામે પડ્યા છીએ. પણ તેમનું શું ? ઓમાના ડેનિયલ અને પોલીસે જાહેરમાં અમને અપમાનિત અને હેરાન કર્યા. હવે, તેમને મીડિયા સમક્ષ લાવવા જોઈએ અને જવાબદાર ઠેરવવા જોઈએ. ભલે તેઓ માફી માંગે, અમે તેમને માફ નહીં કરીએ. તેમણે અમારા પરિવારનું શાંતિપૂર્ણ જીવન બરબાદ કરી દીધું,’.જ્યારે તેના પતિ ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે બિંદુએ પરિવારને ટેકો આપવા માટે ઘરકામ શરૂ કર્યું હતું. તેણે પાઇ પાઇ કરીણે બચત કરી હતી જેથી તેમની પુત્રીઓ તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે. પ્રદીપે કહ્યું, ‘હું હવે તેને ઘરકામની નોકરી પર પાછા ફરવા માટે મજબૂર ન કરી શકું,’. ‘અમે અધિકારીઓને જાણ પણ કરી છે કે તેને તેની શૈક્ષણિક લાયકાત સાથે મેળ ખાતી નોકરી પૂરી પાડવામાં આવે’.આવકનો એક સ્ત્રોત અટકી જવાથી પરિવાર મુશ્કેલી અનુભવે છે. પ્રદીપે કહ્યું, ‘મુશ્કેલીઓ છે. અમારી પાસે હોમ લોન છે અને ચુકવણી બાકી છે. કેટલીકવાર, મહિલા જૂથો ચોખા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડીને અમને મદદ કરે છે. અમારે વારંવાર કાનૂની બાબતોમાં હાજરી આપવી પડતી હોવાથી, હું નિયમિતપણે કામ કરી શકતો નથી. હું જે પણ નોકરી મળે છે તે સ્વીકારું છું, પરંતુ જે દિવસોમાં અમારે કેસ સંબંધિત કાર્યવાહી માટે હાજર રહેવું પડે છે તે મુશ્કેલ હોય છે,’.આ દંપતી તેમની પુત્રીઓના ભવિષ્ય વિશે પણ ચિંતિત છે. તેમની મોટી પુત્રી, જેણે ધોરણ ૧૨ પૂર્ણ કર્યું છે, તેણે ઘણી કોલેજોમાં અરજી કરી છે. બિંદુએ ઉમેર્યું, ‘મને ઉચ્ચ શિક્ષણ માટે તેમને દૂર મોકલવાની ચિંતા છે,’. ઓન્માનોરમાએ કેસની બીજી આરોપી નિશાનો સંપર્ક કર્યો, જેણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે, તે તપાસ પૂર્ણ થયા પછી જ કંઈ બોલશે. પોલીસ ત્રાસના આરોપોની તપાસ માટે નિર્દેશિત પઠાણમથિટ્ટા ડીવાયએસપી વિદ્યાધરન દ્વારા તપાસ અહેવાલ આ અઠવાડિયે રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks