(એજન્સી) તા.ર૧
વર્તમાન દિવસોમાં અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે અને અનેક રાજદ્વારી મોરચા પર અમેરિકાની હાર પછી આ આશંકા વધી ગઈ છે કે અમેરિકા તણાવ વધી શકે છે. બ્રિટિશ વર્તમાનપત્ર ઈન્ડિપેન્ડેન્ટે પોતાના એક લેખમાં જણાવ્યું છે કે નજીકના ભવિષ્યમાં અમેરિકા ઈરાન પર દબાણ ઘણું વધારી દેશે જેની હેઠળ આ પણ થઈ શકે છે કે અમેરિકન યુદ્ધ જહાજ આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાની જહાજોને રોકીને તેમની તપાસનો પ્રયાસ કરશે ત્યારબાદ નિશ્ચિત રીતે બન્ને દેશોની વચ્ચે તણાવ સીમાથી વધુ વધી જશે. ઈરાન પર વધુ પ્રતિબંધ લગાવવા અને દબાણ વધારવાના અમેરિકન પ્રયાસોને સુરક્ષા પરિષદમાં વિરોધ થયો પરંતુ અમેરિકા નીતિ જારી રાખવા પર આગ્રહ કરી રહ્યું છે અને ઈરાન અને વેનેઝુએલા માટે અમેરિકાના વિશેષ દૂત એલીયટ અબરાજે જણાવ્યું છે કે અમેરિકા આગળ જે પણ પગલું ભરશે તે ઈરાન ઉપરાંત વેનેઝુએલા માટે પણ હશે. યાદ રહે ઈરાન અને વેનેઝુએલા મામલામાં અમેરિકાના વિશેષ દૂત એલિયટ અબરાજે બ્રાયન હુકના ત્યાગપત્ર પછી આ પદ સંભાળ્યું છે અમે તે અમેરિકાની વિદેશ નીતિઓ બનાવવામાં પ્રસિદ્ધ રહ્યા છે. જ્યારે ભૂતકાળમાં આ પણ આરોપ લગાવી ચૂક્યું છે કે તેમણે ઈરાનને ગેરકાયદેસર હથિયારોના વેચાણથી મળતી રકમને સેન્ટ્રલ અમેરિકાના દરોડા જૂથોની મદદ માટે પ્રયોગ કર્યો જેની પર યુદ્ધ અપરાધનો આરોપ લાગ્યો હતો પરંતુ ત્યારબાદ તેમને ક્ષમાં મળી ગઈ હતી. થોડાક દિવસ પહેલા ઈરાનના વર્તમાનપત્રએ ચેતવણી આપી હતી કે, જો યુરોપે સ્નેપ બેંકમાં ઈરાનનો સાથ આપ્યો તો ઈરાન પરમાણુ સમજૂતીમાંથી નીકળી શકે છે. ત્યારબાદ તે કેમેરામાં બંધ કરી દેશે અને યુરેનિયમનું ૯૦ ટકા સંવર્ધન શરૂ કરી દેશે. આ સમયે ટ્રમ્પ સરકારની સામે પોતાની બચેલી થોડાક મહિનાની સત્તા અને કદાચ અંતિમ તકમાં એક જ માર્ગ છે કે તે પોતાના જૂના શત્રુ ઈરાનની વિરૂદ્ધ કંઈક એવું કરે જેનાથી તેમના કેટલાક વોટર ફરીથી તેમનું સમર્થન કરવા લાગે.