પશ્ચિમ બંગાળમાં નવી બાબરી !!?કોણ છે આ અન્ય મીરજાફર ?

વફા કે નામ પર કુછ બેવફા આયેંગે સમજાને,
યકીં ઉન પર કરે લોગ,- નાદા હમ ન કેહતે થે.

હા, બિહારની ચૂંટણીઓ સમાપ્ત થયા પછી દેશના ચાણક્ય ગૃહમંત્રી અમિત શાહજીએ તુરંત ઉચ્ચારણ કરેલું હવે બંગાળ જોઈ લેવાશે. બિહારમાં શું થયું સમગ્ર દેશે જોયું. પાંચ લાખ વોટની ધાંધલી થયાનું વિરોધ પક્ષોએ હારનું કારણ જણાવેલું. પત્રકારોએ હારનું કારણ પૂછતા અખિલેશે જવાબમાં કહ્યું- અમો હારી ગયા મશીનો જીતી ગયા.હવે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ ૨૬માં આવી રહી છે. બલ્કે આવી ગઈ છે અને એના તાલ ઠોકાઈ રહ્યા છે. મમતાનું બંગાળ ભાજપ માટે જીતવું લોઢાના ચણા ચાવવા જેવું રહ્યું છે. મમતાજી ત્રણ ટર્મથી પશ્ચિમ બંગાળની સરકાર નહીં બાદશાહત ભોગવી રહ્યાં છે. અમિત શાહના અથાગ પ્રયત્નો છતાં દાળ ગળી શકતી નથી. એટલું જ નહીં એક બહાદુર શેરની સામે અમિત શાહના ચાણક્યનીતિ અત્યાર સુધી તો ચાલી નથી. હવે આવતી આ બંગાળની ચૂંટણી કેમ જીતવી એની પેંતરાબાજીના ખેલ અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવ્યા છે. મમતાજી સામે જીતવું અમિત શાહ માટે એક પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો છે. હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર અને હવે બંગાળને કેમ કરી જીતવું તેના વરઘોડા અત્યારથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. ભાજપ પાસે ચૂંટણી જીતવા માટે એક જ મુદ્દો પહેલા ક્રમે રહેતો હોય છે. હિન્દુત્વના નામે મંદિર, મસ્જિદ, પાકિસ્તાન અને દેશના મુસ્લિમોને છેલ્લી નીચ કક્ષાના શબ્દોનું ઉચ્ચારણ કરી જાહેર સભાઓમાં ભાંડવાનું કામ ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહેતો હોય છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં પાછલા ત્રણ ટર્મથી મમતાજીએ આ સાંપ્રદાયિક ચૂંટણી એજન્ડાને રગદોળી આરએસએસ અને ભાજપને લપડાક લગાવી દીધી હતી અને બિનસાંપ્રદાયિકતાનો ઝંડો લહેરાવી દીધો હતો.હવે પશ્ચિમ બંગાળની આ ૨૦૨૬ની ચૂંટણી હિન્દુ મુસ્લિમના એજન્ડાને અગ્રસ્થાને રાખી કેમ કરી લડી શકાય એનો રોડ મેપ બિહાર પછી અગાઉથી જ નક્કી કરી લેવામાં આવ્યો હતો. અને એનું અમલીકરણ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરી દેવામાં આવ્યું છે. ્‌સ્ઝ્ર તૃણમૂલ કોંગ્રેસ મમતાજીની પાર્ટી ત્રણ ટર્મથી સેક્યુલર અને બિનસાંપ્રદાયિકતા સાથે લડી સમગ્ર દેશમાં આરએસએસ અને ભાજપના હિન્દુત્વના એજન્ડાને કચડી નાખી સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી બતાવી દીધું છે. ભાજપા માટે આ એક મોટો પડકાર વર્ણવી શકાય. હવે આવી ચૂંટણીઓમાં ભાજપ આ પડકાર સામે હારે છે તો આવતી ઉત્તર પ્રદેશ અને અન્ય પ્રદેશોમાં એમના હિન્દુત્વ એજન્ડાને આધીન એક પડકારનો સામનો કરવો પડી શકે છે. એટલે ગમે તે પ્રકારે ભાજપ માટે આ ચૂંટણી જીતવી અનિવાર્ય થઈ પડશે.પહેલાં સમજી લેવામાં આવે કે, મમતાજી ત્રણ ટર્મથી આ ચૂંટણી ભાજપ અને આરએસએસના હિન્દુત્વના આ એજન્ડાને કેમ કરી કચડી નાખે છે તે જોવું રહ્યું. પશ્ચિમ બંગાળમાં કુલ ૨૯૪ સીટો આવેલી છે. એમાં એકસો દસથી એકવીસ સીટો ઉપર મુસ્લિમનું પ્રભુત્વ એક તરફી મમતાજી સાથે જળવાઈ રહ્યું છે. એટલે ત્રીસથી પાંત્રીસ ટકા વોટ એકજ તરફી મમતાજીને મળી રહે છે. બાકી હિન્દુ બિરાદરીના વોટ પણ અન્ય પાર્ટીઓને બાદ કરતા મમતાજીને મળી રહે છે. પહેલાં તો મુસ્લિમોના વોટ જે મમતાજીને જીત અપાવવા બધી ચૂંટણીઓમાં બાજીનો એક્કો સાબિત થાય છે તેમાં તોડ કેમ કરી લેવો અને ફૂટ નાખી આનું વિભાજન કેમ કરી લેવું એના ચક્રવ્યુહ કેસરિયા પક્ષ દ્વારા ઘડી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી તો જનાબ મોહતરમ ઓવૈસી સા. દ્વારા મુસ્લિમ સીટો ઉપર ઉમેદવારો ઊભા રાખી મુસ્લિમોમાં વિભાજન કરી તોડ કરી લેવામાં આવતો હતો જે નિષ્ફળ નીવડયો હતો. જનાબ બેરિસ્ટર ઓવૈસીની પાર્ટીના ઉમેદવારોની બધી જ સીટો ઉપર ડિપોઝિટ પણ બચાવી શકી ન હતી. આ ફોર્મ્યુલા નિષ્ફળ નિવડયો હતો. હવે શું થઈ શકે ? મુસ્લિમમાં ફૂટ નાખી વોટોનું ધ્રુવીકરણ કેમ કરી શકાય ? ભાજપ માટે એક જટિલ પ્રશ્ન હતો અને આ સિવાય બંગાળની ચૂંટણી જીતવી અશક્ય બલ્કે એમ કહી શકાય કે નામુમકિન હતી.નવો દાવ નવો ખેલહવે નવો દાવ નવો ખેલ બહુ ચોક્કસ અને એક નવી ડિઝાઈન સાથે ઘડી લેવામાં આવ્યો છે. જનાબ ઓવૈસી સા. નિષ્ફળ જતાં મુસ્લિમોમાં ભાગલા કેમ કરી શકાય અને કોણ આ રોલ ખૂબ સારી રીતે ભજવી શકે આની ડિઝાઈન પહેલાંથી નક્કી કરી લેવામાં આવી હતી. આ પાત્ર મુસ્લિમ જ હોય અને એક નવી જ ડિઝાઈન સાથે નવો જ નકશો મુસ્લિમોને બતાવી આજ સુધીની મુસ્લિમ એકતા પ્રણાલી ડેમેજ કરી દેવામાં આવે. શું છે આ નવો ખેલ એની એક ઝાંખી સ્હેજ જોઈ લઈએ.-મુગલ શાસન પૂર્ણ થતા જાગીરદારોએ પોતાની જાગીરો ઉપર કબજો જમાવી ખુદ મુખત્યાર બની બેઠા. કર્ણાટક પછી દક્ષિણ બંગાળ ઉપર કબજો મેળવી લીધા પછી બંગાળ, બિહાર અને ઓડિશા કબજો કરવા અંગ્રેજો સક્રિય થયા. અંગ્રેજોને બંગાળ નવાબ સિરાજુદ્દોલાથી વધારે ખતરો હતો જે અંગ્રેજોનો જાની દુશ્મન હતો. અંગ્રેજોએ સિરાજુદ્દોલાને કલકત્તાથી ઉખાડી ફેંકવાની મુહિમ શરૂ કરી દીધી. અંગ્રેજોએ જ્યારે જોયું કે સીરાજુદ્દોલાથી ફોજી તાકાત સામે લડી શકાશે નહીં. (ટી.એમ.સી સાથે લડી શકાશે નહીં) ત્યારે બસ આજ રીતે નવાબ વિરૂદ્ધ સાજીશ શરૂ કરી દીધી અને નવાબના ચીફ કમાન્ડર “મીર જાફરને” નવાબની જગા પર બેસાડવાની લાલચ આપી ફોડી દીધો અને ૧૭૫૬માં કલકત્તા ઉપર અંગ્રેજોએ હુમલો કરી દીધો. ૧૭૫૭નું બંગાળનું “પલાસી” યુદ્ધનો એક ઇતિહાસ છે. જે જોવો રહ્યો. અંતે ગદ્દાર “મીર જાફર”ની સાજીશથી નવાબ સિરાજુદ્દોલાની હાર થઈ. અંગ્રેજોએ “મુર્શિદાબાદ”થી નવાબ સિરાજુદ્દોલાને પકડી કત્લ કરી દીધો. ઇતિહાસકારો લખે છે. કે આ “પલાસી” યુદ્ધમાં ગદ્દાર “મીર જાફર” ગદ્દારી ન કરી હોત તો આપણો દેશ અંગ્રેજોથી એ વખતે જ મુક્ત થઈ ગયો હોત. બંગાળની આવી રહેલી ચૂંટણીઓમાં ગોઠવાતી પેંતરાબાજી આને સાર્થક કરતી જણાઈ નથી રહી શું ?બંગાળનો એક અન્ય મીર જાફર ?હા, હા, બંગાળની જ વાત કરી રહ્યો છું ભાઈ. ઉપરના વર્ણનને સાર્થક કરતો બંગાળના એક અન્ય “મીર જાફર”ને રજૂ કરી રહ્યો છું. બંગાળમાં ત્રણ ટર્મ તૃણમૂલ કોંગ્રેસ ગાદી-નશીન છે. ઉપર થયેલા વર્ણન મુજબ કર્ણાટક, બિહાર, ઓડિશા ઉપર અંગ્રેજોએ કબજો જમાવી લીધા પછી બંગાળ જ છેલ્લો ટાર્ગેટ હતો. હા, હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર કબજે કરી લીધા પછી ભાજપ અને આરએસએસનો ટાર્ગેટ હવે બંગાળ જ આવી ઊભું છે. પશ્ચિમ બંગાળની શેરની મમતા દીદીને ઉખાડી ફેંકવા ભાજપના રણનીતિકાર અમિત શાહે અનેક ડિઝાઈનો અજમાવી લીધી પણ અત્યાર સુધીમાં તદ્દન નિષ્ફળ સાબિત થયા. હવે બંગાળનો આ જંગ જીતવા માટે એક “મીર જાફર”ની જરૂર હતી અને એ મળી પણ ગયો !!! હા, એ છે હુમાયુ કબીર. મમતાદીદીનું જીતનું કારણ મુસ્લિમો હતા અને એનું ધ્રુવીકરણ કેમ કરી થઈ શકે. અંદરથી જ મીર જાફરની જેમ ફોડી લેવામાં આવે તો જંગ આસાનીથી જીતી શકાય. અને અંતે થયું એમ જ.કોણ છે આ હુમાયુ કબીર ?તેરી સુરત પર કોઈ નક્શ નહીં ઈમાં કામુસલ્લા કયું બિછાયા હે તુને નમાઝ કા ?પશ્ચિમ બંગાળ મુર્શિદાબાદમાં રહેતો અને રાજકીય રીતે અનેક પક્ષોમાં તવાફ કરતો આ વ્યક્તિ ૨૦૧૯માં મુર્શિદાબાદથી ભાજપની ટિકિટથી લડેલો અને હારી પણ ગયો. ફરી ગુલાંટ મારી મમતાજીની તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયો અને જીત મેળવી. પક્ષમાં રહી ભાજપની ગાઈડલાઈન પ્રમાણે કામ કરતાં અને નવી બાબરીનો ખેલ પાડતા મમતાજીએ પાર્ટીથી વિલંબિત કરી દીધો. અંતે ભાજપના પ્લાન મુજબ ચૂંટણી સમયે જ અસલ “શહીદ બાબરી”ના ૬ ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદના “બેલડાંગા”માં અસલ શહીદ બાબરીનું નામ આગળ કરી ૬ ડિસેમ્બરે જ એક “નવી બાબરી” નામે મસ્જિદની બુનિયાદ નાખી. પશ્ચિમ બંગાળમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૫૦ ટકા શિક્ષણનું સ્તર બીજા રાજ્યો કરતાં નીચું છે. આજે પણ ઉત્તર પ્રદેશની અસલ શહીદ બાબરી પ્રત્યે મુસ્લિમોની લાગણીઓ અકબંધ બંધાયેલી રહેલી છે. ભલે ત્યાં મંદિરે સ્થાન લીધું હોય. આજે પણ એ શહીદ બાબરી જ છે. પશ્ચિમ બંગાળના મુસ્લિમો જે ગ્રામ્ય વિસ્તારમાં અસલ બાબરીથી ખૂબ ઊંડાણથી લાગણી ધરાવે છે. મુર્શિદાબાદમાં નવી બાબરીનું નામ સાંભળતા જ ટોળે ટોળા એકઠા થવા લાગ્યા અને પોતાની પાસે જે હતું હોમી દીધું. એ તદ્દન અજાણ હતા કે બાબરી નામે આ એક રાજકીય તરકટ છે. જેમ જેમ દિવસો પસાર થશે આનો પરદો ઊંચકાશે જ. સાથે સાથે આ ગદ્દાર હુમાયુએ એક નવી પાર્ટી બનાવાની પણ જાહેરાત કરી છે. એમાં સામેલ થવા જનાબ ઓવૈસી સાહેબને પણ આમંત્રણ પાઠવ્યું છે. હવે જોવું રહ્યું કે ઓવૈસી સાહેબ શું નિર્ધારિત કરે છે ? જો સામેલ થશે તો આ ફિત્નાનો એક ભાગ અને સાંપ્રદાયિક બળોના એક ભાગીદાર લખાશે જ.
મસ્જિદ ઈબાદત માટે સિયાસત માટે નહીં“નવી બાબરી મસ્જિદ” માટે જે પાયો નંખાયો શું એનો હેતુ આધ્યાત્મિક હતો ? શું રૂહાની લાગણી એના સાથે સંકળાયેલી હતી ? ના અને તદ્દન નહીં. માત્ર ને માત્ર એનો પાયો એક રાજકીય હેતુસર નખાયો છે. એમાં શંકાને સ્થાન જ નથી જ નથી. માત્રને માત્ર આ હિંદુત્વના એક એજન્ડાના અનુસંધાને બંગાળના મુસ્લિમ વોટોનું ધ્રુવીકરણ માટે જ એક ફિત્નાનું સ્વરૂપ હતું અને છે. જે સમગ્ર દેશનો મુસ્લિમ બુદ્ધિજીવી વર્ગ સારી રીતે સમજી શકે તેમ છે. ૬ ડિસેમ્બરે નવી બાબરીનો પાયો નંખાયો અને એના બીજા જ દિવસે એટલે કે ૭ ડિસેમ્બરે બાબા બાગેશ્વરીએ મુર્શિદાબાદમાં જ ગીતા પાઠનું આયોજન કરી હજારોની ભીડ એકઠી કરી હિન્દુ વોટોનું એકત્રીકરણ કરી લીધું. આ બધું એક આયોજિત પ્લાનને જ આધીન હતું ? આનો વિલન હુમાયુ કબીરે નવી બાબરીના નામે લાખો રૂપિયા તો બે જ દિવસમાં એકઠા કરી લીધા અને આ માટે ૩૦૦ કરોડના પ્લાનની જાહેરાત અત્યારથી જ કરી દેવામાં આવી છે !!! ભવિષ્યમાં આ ફીત્નો શું વળાંક લેશે અને સાંપ્રદાયિક સંગઠનોને કેટલું પ્રોત્સાહિત કરશે જોવું રહ્યું. હિંદુત્વ સંગઠનોનો આ કીમિયો કે બાબરી શહીદ કરી વોટ બટોરી લીધા અને હવે નવી બાબરી ઊભી કરી મુસ્લિમ વોટોનું તુષ્ટિકરણ કરી બંગાળની સત્તા મેળવવા માંગે છે. ખુદા ખૈર કરે. નાહક કે લિયે ઉઠે તો શમ્શીર ભી ફિત્નાશમ્શીર હી ક્યા નારએ તકબીર ભી ફિત્નાઇસ્લામી શરિયતનું દૃષ્ટિકોણ આવી મસ્જિદ માટે શું હોઈ શકે ?બંગાળનો આ એક અન્ય ગદ્દાર હુમાયુ કબીર હિન્દુત્વ સંગઠનોના એજન્ડા પ્રમાણે નવી બાબરીની ઘોષણા કરી મસ્જિદના નામે અકલ્પનીય ફિત્નો ઊભો કરવા માંગે છે જેમાં કોઈ જ શંકા સ્હેજે સ્થાન નથી જ નથી. હવે એ જોવું રહ્યું કે આવી મસ્જિદ માટે શરિયતનું દૃષ્ટિકોણ શું રહ્યું છે ? આવો જ એક બનાવ સરકારે દો આલમ (સ.અ.વ.) સાહેબના સમયમાં તે સમયના મુનાફિકો દ્વારા મસ્જિદના નામે ઊભો કરવામાં આવ્યો. હા, હા, આ જ પ્રમાણે અને કુર્આને સુ.તવબામાં આ મસ્જિદને મસ્જિદે “ઝેરાર” નામે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.મસ્જિદે “ઝેરાર” શું હતી ?મદીના મુનવ્વરામાં મુનાફિકોના એક ટોળાએ એક ઇમારત મસ્જિદની ડિઝાઇન પ્રમાણે બનાવી હતી જેનો અસલ મકસદ મુસલમાનોમાં ફૂટ નાખવી અને અંદરો અંદર કલેશ ઊભો કરવો એવો હતો. એક ઈસ્લામી દુશ્મન અને ફાસિક અબુ આમીર નામી વ્યક્તિના પ્લાનને મદદરૂપ થવાનો હતો. આ મસ્જિદ જાહેરમાં તો ઈબાદતગાહ હતી પણ હકીકતમાં તો નિફાકનું મરકઝ હતી. એટલા માટે કુર્આને કરીમે એને “મસ્જિદે ઝેરાર”થી ઉલ્લેખ કર્યો. મસ્જિદે “ઝેરાર” એટલે નુકસાન પહોંચાડનાર. આ ઢાંચો તૈયાર થયા પછી આ મુનાફિક ટોળકીના કેટલા માણસો બે રકાત નમાજ અદા કરાવવાના હેતુસર આપ(સ.અ.વ.) સાહેબને આમંત્રણ આપવા હાજર થયા. આપ (સ.અ.વ) સાહેબ “ગઝવએ તબુક”ની રવાનગીમાં હતા. આપ (સ.અ.વ.) સાહેબે “તબુક” પરત થયા પછી જોઈશ આવો જવાબ આપતા આ લોકો પરત થયા. જ્યારે આપ (સ.અ.વ.) સાહેબ તબુકથી પરત થયા અલ્લાહે વહી દ્વારા આપ (સ.અ.વ.) સાહેબને સાવચેત કરી દીધા. વહી દ્વારા સુરએ “તવબા”માં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો- (૧) “તે લોકોએ જેમણે એક મસ્જિદ નુકસાન પહોંચાડવા માટે કુફ્ર ફેલાવવા (અને) ઈમાનવાળાઓમાં ફૂટ નાખવા અને એ માણસને પ્રોત્સાહિત કરવા બનાવી જે પહેલા અલ્લાહ અને એના રસુલ (સ.અ.વ.) સાહેબથી લડી ચૂક્યો છે. (સુ. તવબા આ.૧૦૭), (૨) “લા તકુમ ફીહે અબદન”- અય નબી (સ.અ.વ.) સાહેબ આપ ક્યારે એમાં ઊભા ન થાઓ. (એટલે નમાઝ ન પઢો) (સુ. તવબા આ. ૧૦૮) (૩) “આવી મસ્જિદનો પાયો તકવા પર નથી બલ્કે નિફાક પર રાખવામાં આવ્યો છે અને આવી ઇમારત પડી જવા પાત્ર છે” (સુ. ૧૦૯-૧૧૦) આ આયતોનું પૃથક્કરણકર્તા મુફ્સ્સીરોએ ખૂબ જ વિસ્તૃત રીતે આનું વર્ણન કરેલું છે જે જોવું રહ્યું. (અહીં જગાનો ખ્યાલ રાખવો જરૂરી છે)હવે હદીસ દ્વારા જાણી લઈએજ્યારે આપ (સ.અ.વ.) ગઝ્‌વએ તબુકથી પાછા ફર્યા તો અલ્લાહે ઉપરની આયતો નાઝીલ ફરમાવી જેમાં મુનાફિકોનો બદઇરાદોજાહેર કરી દીધો. અલ્લાહે આની સ્પષ્ટતા કરી દીધા પછી આપ (સ.અ.વ.) સાહેબે માલિક બિન દુખશુમ અને મુઆઝ બિન જબલ (રદી.)ને હુકમ આપ્યો કે, મસ્જિદે “ઝેરાર”ને સળગાવી નાખો, પાડી નાખો. અને સાફ કરી દો. (સુનન નસાઈ-૭૦૯) સુન્ને નસાઈથી માંડી “મુસ્ન દે અહમદ” તફસીરે ઈબ્નેકસીર સીરતે ઇબ્ને હિશામ, તારીખે તબ્રી અનેક હદીસો આ માટે મળી આવે છે. (અહીં હું જગાને ધ્યાને લેતા લાચાર છું) ટૂંકમાં કુર્આન અને હદીસોને ધ્યાનમાં લેતા બે બાબતો ધ્યાન કેન્દ્રિત કરી રહી છે (૧) મુસ્લિમોમાં ફૂટ નાખવી (૨) અબુ આમિર જેવા બાગી દુશ્મન માટે મદદ હવે આપ સમજી શકો છો કે આ ભાઈ મુસ્લિમોમાં ફૂટ નાખવા કોને મદદ કરી રહ્યા છે ?..? અને આ “નવી બાબરી” શા આધારે અને શા ઈરાદે અસ્તિત્વમાં આવી રહી છે? આનું નુકસાન મુસ્લિમોને શું થઈ શકે એમ છે ? મુસ્લિમોનો બુદ્ધિજીવી વર્ગ સારી રીતે સમજી શકે તેમ છે જ માટે ડૉ.ઈકબાલ (રહ.)ના શેર સાથે વિરમી રહ્યો છું.અલ્લાહ સે કરે દૂર તો તાલીમ ભી ફિત્ના,ઈમ્લાક ભી, અવલાદ ભી, જાગીર ભી ફિત્ના,નાહક કે લિયે ઉઠે તો શમ્શીર ભી ફિત્ના, શમ્શીર હી ક્યા નારએ તકબીર ભી ફિત્ના.

(“ખાદિમ” લાલપુરી)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts