પાકિસ્તાની અભિનેત્રીએ ખાનગી કાર્યક્રમમાં જવાનો ઈન્કાર કરતાં ગોળી મારી હત્યા

(એજન્સી) પેશાવર, તા.પ
પાકિસ્તાનના ખયબર પખતુનખ્વા વિસ્તારમાં એક પેશ્તો રંગમંચ અભિનેત્રીની ત્રણ બંદૂકધારી પુરુષો દ્વારા હત્યા કરવામાં આવી હતી કારણ કે તેણીએ તેમની સાથે ખાનગી કાર્યક્રમમાં જવા ઈન્કાર કર્યો હતો.
પોલીસે આ ત્રણ શખ્સોની ઓળખ કરી લીધી છે અને તેમની શોધ માટે કાર્યરત છે. અહેવાલ મુજબ શનિવારે સાંજે બંદૂકધારી વ્યક્તિઓ અભિનેત્રીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેણીએ સાથે આવવાનો ઈન્કાર કરતા ગોળી મારી હત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓમાંનો એક નઈમ પોલીસ વિભાગનો ભૂતપૂર્વ કર્મચારી છે જ્યારે જહાંગીર મૃત પેશ્તો ગાયિકા ગઝાલા જાવેદનો પતિ છે.
જહાંગીરને ગઝાલા અને તેના પતિ જાવેદની હત્યા બદલ મૃત્યુદંડ અને નાણાકીય દંડની સજા જિલ્લા અને સેશન કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. જો કે પેશાવર હાઈકોર્ટે ગઝાલાના પરિવાર સાથે સમાધાન બાદ તેને મુક્ત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks