નવી દિલ્હી, તા.૧૬
ભારતીય ક્રિકેટ ટીમમાં અહમનો ટકરાવ કોઈ નવી વાત નથી અને પૂર્વ સંચાલક રામચંદ્ર ગુહાનું માનવું છે કે પૂર્વ કોચ અનિલ કુંબલે અને કપ્તાન વિરાટ કોહલી વચ્ચેનો વિવાદ પૂર્વ કપ્તાન વીનુ માંકડ અને પૂર્વ મુખ્ય પસંદગીકાર સી.કે. નાયડુ વચ્ચે ૧૯પરમાં થયેલા વિવાદની જેમ હતો. તેમણે કહ્યું કે નાયડુ પસંદગી સમિતિના અધ્યક્ષ હતા અને માંકડ ભારતના મહાન ક્રિકેટર. ભારતીય ટીમને ૧૯પરમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો હતો અને માંકડને લેન્કેશાયર લીગ તરફથી કોન્ટ્રાક્ટની ઓફર કરાઈ હતી. આ ઈતિહાસકારે કહ્યું કે જ્યારે માંકડે બીસીસીઆઈને કહ્યું કે જો તમે એ સુનિશ્ચિત કરશો કે હું ઈંગ્લેન્ડ પ્રવાસે જઈશ તો હું આ ઓફર ઠુકરાવી દઈશ. જેના વિશે નાયડુએ કહ્યું કે તે આશ્વાસન આપી શકે નહીં ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ હારી ગઈ. માંકડ ત્યારબાદ લોર્ડસ ટેસ્ટમાં રમ્યા. આ ટેસ્ટ પણ ભારત હારી ગયું. માંકડ આ મેચમાં ૭ર અને ૧૮૪ રનની ઈનિંગ રમવાની સાથે પાંચ વિકેટ પણ ઝડપી હતી.ગુહાએ કહ્યું કે પ૦ના દાયકામાં પ્રશાસકોનું ચાલતું હતું પણ હવે ખેલાડીઓની મનમાની ચાલે છે. ૧૯પરમાં ખેલાડીઓની તુલનામાં પસંદગીકારો અને મેનેજરોનું વધારે ચાલતું હતું. હવે ઊંધું છે.