બલરામપુર : ઢાબા પર જમવાના પૈસા માંગવા બદલ દલિત દુકાનદારને છરી મારી; બંને આરોપીઓની ધરપકડ

પોલીસે રાહુલ સોનકર નામના દલિત ઢાબા માલિક પર છરી વડે હુમલો કરનાર રાજુ સિંહ અને સંજય સિંહની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી આપ્યા છે

(એજન્સી) તા.૨૦
ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાના શહેર કોતવાલી વિસ્તારમાં, એક દલિત દુકાનદારને પોતાના જ ઢાબા પર પીરસવામાં આવેલા ભોજનના પૈસા માંગવા ભારે પડી ગયા. મામૂલી રકમ બાબતે ગુંડાઓ દ્વારા દુકાનદાર પર છરી વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં દુકાનદારને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને બહરાઈચ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.બંને નામજોગ આરોપીઓની ધરપકડ : આ ઘટના બાદ પોલીસે જીવલેણ હુમલો કરનારા બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી હુમલામાં વપરાયેલી છરી પણ કબજે કરી છે. શહેર પોલીસ વર્તુળ અધિકારી જ્યોતિશ્રીએ ગુરૂવારે જણાવ્યું હતું કે ભોગ બનનાર રાહુલ સોનકર એક નાનું ઢાબું ચલાવે છે. ત્યાં બુધવારે સાંજે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.રાજુ અને સંજય પૈસા ચૂકવ્યા વિના જઈ રહ્યા હતા : અધિકારીના જણાવ્યા અનુસાર, રાજુ સિંહ અને સંજય સિંહ બુધવારે રાહુલ સોનકરની દુકાને જમવા ગયા હતા. જમ્યા પછી બંને આરોપીઓ પૈસા ચૂકવ્યા વગર કાઉન્ટર પરથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દુકાનદારે તેમને રોક્યા. જ્યારે રાહુલે પૈસા માંગ્યા તો સંજય સિંહ અને રાજુ સિંહ ગુસ્સે થઈ ગયા અને તેને જાહેરમાં જ્ઞાતિસૂચક શબ્દો બોલીને ગાળો આપવા લાગ્યા. વિવાદ એટલો વધી ગયો કે તેઓએ છરીઓ કાઢીને રાહુલ પર જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો, જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks