(એજન્સી) તા.૩
બિનૌલી બરણાવા ગામે દલિત-મુસ્લિમ એકતા મંચનો સ્થાપન સમારોહ ઉજવાયો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રકુમાર બૌદ્ધે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દલિતો અને મુસ્લિમોની અવગણના કરી રહી છે. તેમણે કહ્યું કે, સરકાર દલિતો અને મુસ્લિમોની સમસ્યાઓ પર ધ્યાન આપી રહી નથી. તેઓને હેરાન કરવામાં આવે છે અને બિનજરૂરી રીતે પરેશાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં દલિતો અને મુસ્લિમોમાં ભયનો માહોલ છે. દલિત-મુસ્લિમ એકતા મંચની રચના તેમના હિતોના રક્ષણ માટે કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. બંને વર્ગને ન્યાય મળે તે માટે મંચ દ્વારા આંદોલન કરવામાં આવશે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંગઠિત થવા અને દરેક ગામના લોકોને સંગઠનમાં જોડવા અને સંગઠનનો પ્રચાર પ્રસાર કરવા હાકલ કરી હતી.તેમણે કહ્યું કે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે તેમની સામે કોઈ પગલાં પણ લીધા ન હતા. આ દરમિયાન પુષ્પેન્દ્ર ચિકારા, ખુર્શીદ આલમ, સવિતા સિંહ, નીતુ સૈની, શકીલ ખાન, નીતુ, સુનીલ બૈંસલા, ગુલફાન, એડવોકેટ, ઈમરાન, મોમીન, તેજપાલ, કામિલ હાજર રહ્યા હતા.