બ્રિટનમાં રહેતા ગેરકાયદેસર ભારતીય વસાહતીઓના મુદ્દે ભારત-બ્રિટન વચ્ચે સમજૂતી

(એજન્સી) લંડન, તા.૧૩
લંડનમાં રહેતા ગેરકાયદેસર રહેતા અપ્રવાસી ભારતીયો જે પરત ફરી શકતા નથી. તેમની શોધખોળ કરી મદદ માટે બ્રિટન અને ભારતના ગૃહરાજ્ય મંત્રીઓએ મસજૂતી કરી છે. બ્રિટનના પ્રવાસે ગયેલા ગૃહરાજ્ય મંત્રી કિરણ રિજીજુને બ્રિટનના ગૃહ રાજ્યમંત્રી કેરોલીનના કેસ વચ્ચે યોજાયેલ બેઠક બંને દેશો વચ્ચેના લાંબા સમયના પડતર ચુકાદો ગેરકાયદેસર વસાહતીઓ તેમજ તેમના ગુનાહિત ઈતિહાસની વિગતો અંગે અંતિમ નિર્ણય કરાયો હતો.
કિરણ રિજીજુએ ટ્‌વીટ કરી કહ્યું કે વડાપ્રધાન મોદીની આગામી બ્રિટન મુલાકાત પહેલાં આ સમજૂતી સેંકડો ભારતીયોને અસર કરશે. બ્રિટને ગેરકાયદેસર રહેતા ભારતીયોનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ભારતે વિદ્યાર્થીઓના વિઝા મુદ્દે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગૃહમંત્રાલયના સૂત્રોએ કહ્યું કે હજૂ આ અંગેની કોઈ પ્રક્રિયા અમલમાં લવાઈ નથી. બ્રિટનના સત્તાવાળાઓ પહેલાં ગેરકાયદેસર ભારતીયોની ઓળખ કરશે. પછી પોલીસ દ્વારા ચકાસણી કરી પરત મોકલવા અંગે નિર્ણય કરશે.
યુકેએ દાવો કર્યો છે કે ગેરકાયદેસર વસાહતીઓ હજારોની સંખ્યામાં છે. ભારતીયો વિઝા મુદ્દત પૂરી થયા છતાં રહેતા હોવાનું જણાવ્યું છે. બ્રિટન દ્વારા આવા લોકોની ચકાસણી બાદ તેમના વતન પરત માટે પ્રવાસના દસ્તાવેજો અપાશે. જે પ્રક્રિયા એકાદ માસનો સમય લેશે. વિજય માલ્યાની પ્રત્યાર્પણ પ્રક્રિયામાં યુકે સરકારના સહકાર બદલ ભારતના ગૃહમંત્રીએ આભાર માન્યો હતો. માલ્યા ભારતની બેંકોમાંથી ૯ હજારનું કર્ઝ લઈ બ્રિટન ભાગી છૂટ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks