માતા-પિતાના અવસાન બાદ બે બહેનોની જવાબદારી નિભાવનાર ચંદન ટ્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો
(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧૩
મોતના મુખમાંથી સુરત ના ચંદનને નવી જિંદગી મળી. ગત ૧૪/૬/૨૦૧૬ના દિવસે અંકલેશ્વરના ગડખોલ નજીક રેલ્વે અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે ઘાયલ અને જીદગી સામે જંગ જીતનાર સાથે સાથે કોમી એકતાના દર્શન અને મિત્રતાનો અનોખો કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો.
મોત સામે જીતનાર ચંદન નો કિસ્સો ખુબજ રસપ્રદ છે. હાલ સુરત અને મૂળ બિહાર નો રહેવાસી ચંદન રેલ્વે ટ્રેનમાં છૂટક ધંધો કરી પોતાની બે બહેનો સાથે જીવન ગુજારતો હતો.
ચંદનના માતા-પિતા વર્ષો પહેલા ગુજરી ગયા છે.
ગત ૧૪/૬/૨૦૧૬ માં ચંદનના જીવનમાં એક એવો કિસ્સો બની ગયો કે ચંદન અને તેની બે બહેનોના માથે મુસીબતના પહાડ ટૂટી પડ્યો. ચંદનનો અંકલેશ્વર ના ગડખોલ નજીક રેલ્વે ટ્રેનમાં અકસ્માત થયો જેમાં તેનો જમણા પગનો પંજો અને ઘૂંટણ નો ભાગ છુંદાઈ ગયો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરાઈ; પરન્તુ લોહીનું સતત વહેવું અને બીજી બાજુ હાલત પણ ગંભીર થતી જતી હતી. ચંદનને તાત્કાલિક લોહીની જરૂર હતી. ગંભીર હાલત જોતા ડોક્ટરોએ પણ વડોદરા કે સુરત રીફર કરવાની વાત કરી હતી.
ત્યારે જ ભરૂચની સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ ને જાણ થતાં તેઓએ ચંદનને પટેલ વેલ્ફર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
ઓપરેશનના સમયે ૬.થી ૭ લોહીની બોટલો જો ના મળે તો ચંદન પોતાની જિંદગી સાથે સાથે નેહા અને પૂજા પોતાના સહારા રૂપી ભાઈ ઘુમાવે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યાંજ ચંદનના કેટલાક મુસ્લિમ મિત્રો દ્વારા ચંદનને તાત્કાલિક લોહીની વ્યવસ્થા પૂરી પાડી ચંદનને મોત સામે જંગ જીતાડ્યો હતો. આમ મુસ્લિમ યુવાનોના પ્રયાસથી બે બહેનોનો સહારો અને ચંદન નો જીવ પરત આવ્યો.
આમ સમગ્ર ઘટના કોમી એકતા મિત્રતાના દર્શનની છૂંખી આપતો કિસ્સો બન્યો હતો અને બહેનો સાથે ત્રણેવની જીદંગીમાં આનંદ આવ્યો હોઈ તેમ દેખાઈ આવતું હતું . ચંદન થતા તેની બેહેનો દ્વારા લોહી આપનાર મુસ્લિમ ભાઈઓ અને મદદ કરનાર સેવા યજ્ઞ સમિતિ અને પટેલ વેલ્ફરનો આભાર માની પોતાની નવી જીદંગીની શરૂઆત આજથી કરી હતી અને ચંદનને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ જરૂરિયાતની સામગ્રી પૂરી પાડી છે.